પોરબંદરમાં રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિતે પોરબંદર ચોપાટી પર આવેલા કનિકા મંદિર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સંસ્થાના સભ્યો, પોલીસ જવાનો, હોમગાર્ડના સભ્યો અને જવાનો શ્રી રામ સ્વીમીંગ ક્લબ NCCના યુવાનો સહિત અનેક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં કનિકા મંદિરથી રન ફોર યુનિટીની દોડ શરૂ કરવામાં આવી હતી. જેને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી.