પોરબંદરઃ ગુજરાત સરકારના રામતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા નિવૃત રમતવીરોને પેન્શન આપવાની યોજના કાર્યરત છે. જેથી પોરબંદર જિલ્લાના નિવૃત રમતવીરો જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ગાંધી સ્મૃતિ ભવન ખાતે 14 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે.
આ પેન્શન યોજના નિવૃત રમતવીરોને લાગૂ પડે છે. આ યોજના 50 વર્ષથી વધુ ઉંમરના નિવૃત રમતવીરોને લાગૂ પડે છે. પોતાની કારકિર્દિ દરમિયાન રાષ્ટ્રકક્ષાએ વ્યક્તિગત રમતના ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલા હોય તેવા નિવૃત રમતવીરોને પેન્શન મળવાપાત્ર છે. પોતાની કારકિર્દી દરમિયાન રાષ્ટ્રીયકક્ષાએ યોજાતી સાંધીક રમતમાં રાજ્ય તરફથી નેશનલ માટે મોકલવામાં આવેલી ટીમમાં સભ્ય હોય અને રાજ્યની તેવી ટીમે ગોલ્ડ/સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલો હોય તેવી વિજેતા ટીમના સભ્યને જ પેન્શન મળવા પાત્ર છે. પેન્શન મેળવનારા લોકોએ વધુ જાણકારી માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.