ETV Bharat / state

Rescue operation in Porbandar : કોસ્ટ ગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન દરિયામાં ગુમ અને ઇજાગ્રસ્ત માછીમારોને બચાવ્યાં - કોસ્ટ ગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન

પોરબંદરમાં ભારતીય કોસ્ટ ગાર્ડની બચાવ કામગીરી વધુ એકવાર સામે આવી છે. પોરબંદરના દરિયામાં કોસ્ટ ગાર્ડે રેસ્કયૂ ઓપરેશનમાં (Rescue operation of Indian Coast Guard Porbandar )અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ IFBની જય ભોલે બોટના પાંચ ગુમ અને બે ઇજાગ્રસ્ત ક્રૂને સફળતાથી બચાવ્યાં હતાં.

Rescue operation in Porbandar : કોસ્ટ ગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન દરિયામાં ગુમ અને ઇજાગ્રસ્ત માછીમારોને બચાવ્યાં

author img

By

Published : Jan 16, 2023, 9:32 PM IST

IFBની જય ભોલે બોટના પાંચ ગુમ અને બે ઇજાગ્રસ્ત ક્રૂને કોસ્ટ ગાર્ડે બચાવ્યાં હતાં

પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરના અરબી સમુદ્રમાં આ બચાવ કામગીરી જોવા મળી હતી. કોસ્ટ ગાર્ડની અસરકારક સી એર સંકલિત પ્રયાસમાં ભારતીય કોસ્ટ ગાર્ડ ICG એ સોમવાર 16 જાન્યુઆરી 2023 ના રોજ પોરબંદરના દરિયાકાંઠે 50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ IFBએ જય ભોલે બોટના પાંચ ગુમ અને બે ઇજાગ્રસ્ત ક્રૂને બચાવ્યાં હતાં.

આ પણ વાંચો ATS અને ICGની છેલ્લા વર્ષમાં 6 વખત સંયુક્ત ઓપરેશન કરી ડ્રગ્સનો જથ્થો પકડવા માટે પાકિસ્તાનીઓને કર્યા નાકામ

આગ અંગે ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયું આ રેસ્ક્યૂ કામગીરીને લઇને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે લગભગ 09:45 AM પર, ICG મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર (MRSC) પોરબંદરને IFB જય ભોલે ઓનબોર્ડ પર લાગેલી આગ અંગે ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયું હતું. આ બોટ પોરબંદરના દરિયાકાંઠાથી 50 કિલોમીટર દૂર હોવાના અહેવાલ મળ્યાં હતાં.

એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર રવાના કરાયું આ અહેવાલને પગલે પોરબંદર કોસ્ટગાર્ડે પોરબંદર ખાતેના ICG જિલ્લા મુખ્યાલયે તરત જ પ્રતિક્રિયા આપી હતી અને તેના ઇન્ટરસેપ્ટર ક્લાસ જહાજો C-161 અને C-156ને ડેટમ તરફ વાળ્યાં હતાં. પોરબંદરના ICG એર સ્ટેશનથી એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. ICG જહાજો મહત્તમ ઝડપે વિસ્તાર તરફ આગળ વધ્યાં હતાં અને સવારે 10:20 વાગ્યે ડેટમ પર પહોંચી ગયાં હતાં.

આ પણ વાંચો ભારતીય કોસ્ટ ગાર્ડને મળી ડિસ્ટ્રેસ એલર્ટથી થયું રેસ્ક્યું ઓપરેશન, બચાવાયા આટલા ક્રૂ મેમ્બરો

ગુમ થયેલા સભ્યોને શોધવાની મથામણ ડેટમ પર પહોંચ્યા પછી સ્થળ નિરીક્ષણમાંએવું જોવામાં આવ્યું કે માછીમારી બોટના ક્રૂએ આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયા પછી બોટને છોડી દીધી હતી. જહાજ પરના સાત ક્રૂમાંથી બેને નજીકમાં ઓપરેટિંગ કરતી ડીંગી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને અન્ય પાંચ વ્યક્તિનો અતોપતો મળતો ન હતો, એટલે કે ગુમ હતાં. આ જાણકારીના પગલે તેઓને શોધવાના સઘન પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં હતાં. તમામને બચાવી લેવા માટેના દરિયાઈ હવાના કઠિન સંકલિત પ્રયાસમાં આશરે બે કલાક સુધી શોધખોળ ચાલી હતી. જેમાં આખરે ગુમ થયેલાં મેમ્બરોને શોધી લેવામાં સફળતા મળી હતી. રેસ્ક્યૂ કરાયેલા તમામ પાંચ ક્રૂને ICG હેલિકોપ્ટર દ્વારા પોરબંદર એરલિફ્ટ કરવામાં આવ્યા હતાં. પાંચેય ક્રૂને બપોરે 1:00 વાગ્યે પોરબંદર લાવવામાં આવ્યા હતાં.

એક ગંભીર સભ્ય ગંભીરપણે ઇજાગ્રસ્ત ડીંગી બોટ દ્વારા બચાવાયેલા બે ક્રૂમાંથી એક સભ્ય ગંભીરપણે ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. ઇજાગ્રસ્ત ક્રૂને ICG જહાજ C-161 પર લઈ જવામાં આવ્યો હતો. ICG ટીમ દ્વારા દરિયામાં પ્રાથમિક તબીબી સારવાર બાદ ક્રૂને વધુ સારવાર માટે પોરબંદર લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ICGએ છેલ્લા 08 મહિનામાં ગુજરાત પ્રદેશમાં દરિયામાં 60 થી વધુ લોકોના જીવ રેસ્ક્યૂ ઓપરેશન થકી બચાલી લેવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.