ETV Bharat / state

પોરબંદરમાં બે કોરોના વોરિયર્સનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ

author img

By

Published : Jul 15, 2020, 10:28 PM IST

પોરબંદરમાં 15 જુલાઈના રોજ કુલ 78 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 65 સેમ્પલ પોરબંદરની લેબમાં ચકાસવામાં આવ્યા હતા. જેમાં 63 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ ઉપરાંત 78 માંથી 13 સેમ્પલ જામનગર લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 12 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને એક સેમ્પલ મોઢવાડાના PHC સેન્ટરનાા કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પોરબંદરમાં આજે બે કોરોના વોરિયર્સનો રીપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

પોરબંદર: આજે બુધવારે શહેરના રાણાવાવમાં PHC સેન્ટરમાં નોકરી કરતા કર્મચારી 47 વર્ષના નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેઓ પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહે છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મહિલાના રહેણાંક વિસ્તારને પણ કવોરંટાઇન જાહેર કરવામાં આવશે.

જ્યારે પોરબંદરના મોઢવાડા પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા mphw કર્મચારી 29 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. આ પુરુષ પોરબંદરના જુરી બાગ વિસ્તારમાં રહે છે.જેની ઘરની આસપાસના 47 ઘર અને 100થી વધુ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં દિવસેને દિવસે બહારથી આવતા લોકોમાંથી સંક્રમણ ફેલાઇ રહ્યું છે ત્યારે, કોરોના સૈનિક તરીકે કામ કરતાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય કર્મચારીઓએ તકેદારી રાખવી ખાસ જરૂરી છે અને આ કર્મચારીઓ વરસાદના સમયમાં પણ ચેકપોસ્ટ પર ખડેપગે રહેતા હોવાથી જેથી તેઓ માટે ખાસ સુવિધા ફાળવવામાં આવે તેવી પણ અનેક લોકોએ વિનંતી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.