પોરબંદર: જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિને લઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધીક્ષક સાહેબ જે.સી.કોઠીયા સાહેબ દ્વારા ગેરકાયદેસર ચાલતા દારૂના અડ્ડાઓ પર દારોડા પાડવામાં આવી રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે, રાણાવાવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ બાતમી મળી હતી કે, બારવણનેસમાં રહેતો બાલુ ચાવડા અમરદડના ખારામાં ઈંગ્લીશ દારૂ(IMFL)ની હેરાફેરી કરે છે. ત્યારબાદ પોલીસે માહિતીને આધારે પંચો સાથે રેઇડ કરી હતી. જેમાં બે આરોપી સાથે રૂપિયા ૨૫૫૬૦ના મુદ્દામાલ ઝડપાયો હતો.