પોરબેદર: જિલ્લાના રાણાવાવમાં સંપૂર્ણપણે લોકડાઉનની સ્થિતિ વર્તાઈ રહી છે અને લોકો પણ આ લોકડાઉનમાં સહયોગ આપી રહ્યા છે. રાણાવાવની મુખ્ય બજાર જ્યાં લોકોનો પ્રવાહ ધમધમતો હતો એવો એક સમય હતો. પરંતુ લોકડાઉનના સમય દરમિયાન હાલ ઓછી માત્રામાં લોકો જોવા મળી રહ્યા છે. જોકે સવારે 9થી 12 દરમિયાન લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ અથવા તો શાકભાજી અને દવા લેવા માટેની છુટ આપવામાં આવી હોવાથી અમુક લોકો જ અહીં દેખાયા હતા તો રાણાવાવના લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કરતા રાણાવાવના સ્થાનિકના જણાવ્યા અનુસાર એક તરફ લોકડાઉનનો માહોલ છે. લોકો ઘરમાં કેવી છે અને આ સમય એવો છે કે, લોકોની કમાણી થતી નથી આ સમયે ઘરમાં લાઈટ પંખા અને ફ્રીજ જેવી વસ્તુ વધુ ચાલુ હોય આથી લાઈટ બિલ વધારે આવવાની શક્યતાઓ રહે છે. આથી રાણાવાવના અશ્વિનભાઈ દવેએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લાઇટ બીલમાંથી મુક્તિ આપવામાં આવે જેથી અનેક લોકોને આર્થિક બોજમાંથી મુક્ત કરી શકાય, તો ટકે ટકનું ખાઈને કમાતા લોકોમાં ભારી મુશ્કેલી પડી રહી છે. ગૃહિણીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે એક જ દિવસનું કમાઈને એક જ દિવસ વીતાવતા લોકો પાસે રૂપિયા નથી એવી વ્યથા એક મહિલાએ વ્યક્ત કરી હતી.
હાલ ઉનાળાના સમયમાં વધુ ગરમીનો પ્રકોપ હોય આથી પોરબંદર જિલ્લામાં જ્યાં પોલીસ જવાનો તૈનાત હોય ત્યાં એક પ્રકારનો ખાસ સ્ટોલ બનાવવામાં આવ્યા છે જ્યાં તેઓ છાયામાં બેસી શકે અને ફરજ બજાવી શકે આ ઉપરાંત દિલ્હીમાં બનેલી પોલીસ પર થુકવાની ઘટનાને ધ્યાનમાં રાખી પ્લાસ્ટિક face mask પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. મુખ્ય વિસ્તારોમાં હાથ ધોવા માટે પાણીની ટાંકી અને સેનિટાઈઝર મુકવામાં આવ્યા છે. લોકો ઘરની બહારના નીકળે અને ઘરમાં રહી આનંદ કરે તે હેતુસર પોલીસ પરિવાર દ્વારા ડીજે વાન તૈયાર કરવામાં આવી છે અને પોરબંદરના વિવિધ વિસ્તારોમાં દેશભક્તિના ગીત સાથે ફરે છે અને લોકોનું મનોરંજન પૂરું પાડી રહી છે આ સમયે વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગ દ્વારા લોકોને લોકડાઉનના નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું હતું.
પોરબંદરમાં કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા જે તમામને યોગ્ય સારવાર મળતા તેઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ત્રણેયને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને પોરબંદર હાલ કોરોના મુક્ત છે. આજે તારીખ 16 /4/ 2020ના રોજ કુલ 11 રિપોર્ટ જામનગરની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.