પોરબંદરઃ દેશભરના લોકોએ 5 એપ્રિલના રોજ કોરોના મહામારીથી બચવા વડાપ્રધાન મોદીના દીપ પ્રજ્વલિત કરવાનું આહવાન કર્યું હતું. પોરબંદરના તમામ લોકો સહિત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ પોરબંદરના સાંદિપની આશ્રમમાં આવેલા હરિ મંદિરે દીપ પ્રજ્વલિત કરી વિશ્વને કોરોનાથી બચાવવા પ્રભુને પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ લડાઇમાં સામાન્ય લોકો સહિત બૉલિવૂડ સેલેબ્સ પણ જોડાયા છે અને સોશિયલ મીડિયામાં સૌ કોઇ દીપ પ્રજ્વલિતના ફોટા અને વીડિયો શેર કરીને સહકાર વ્યક્ત કરી રહ્યા છે.