પોરબંદરઃ આ વર્ષે પોરબંદર જિલ્લાનો કુલ વરસાદ 57. 37 ઇંચ થયો હોઇ જેના કારણે પોરબંદર જિલ્લાની આસપાસના વિસ્તારોમાં અને પોરબંદરમાં આવનારા એક વર્ષ સુધી પાણીનો સંચય થશે અને એક વર્ષ સુધી પાણીની સમસ્યા નહીં રહે.પોરબંદર જિલ્લાના સિંચાઇ વિભાગના જણાવ્યાનુસાર પોરબંદર જિલ્લામાં ખારાશવાળો વિસ્તાર હોવાના કારણે સારંગપુર વિભાગ દ્વારા દરિયાનું પાણી નદીના મુખમાં પ્રવેશે નહીં અને નદીનું પાણી બીજીબાજુ સંગ્રહિત થાય તેવા હેતુસર tidal રેગ્યુલેટર ભરતી નિયંત્રક યોજના લાગુ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ યોજના કરલી ભરતી નિયંત્રક યોજના ગોસાબારા પાસે અને અસમાવતી રિવર ફ્રન્ટ પાસે છે જેમાં હાલ 1,546.64 મિલિયન ક્યુબિક ફીટ સુધી પૂર્ણ જળાશયની સપાટીએ પાણી ભરાયેલ છે જે નવ ગામોને લાભ કરશે.
પોરબંદર જિલ્લામાં મેઘમહેર: કુલ 57.37 ઈંચ વરસાદ નોંધાયો, એક વર્ષ સુધી પાણીની નહીં રહે સમસ્યા
આ ચોમાસાની ઋતુમાં વરસાદની પ્રથમ એન્ટ્રી પોરબંદરમાં ધમાકેદાર રહી હતી અને ચારેકોર મેઘમહેર થઇ હતી. જેના કારણે પોરબંદર જિલ્લાના મોટાભાગના ડેમો છલકાઈ ગયાં હતાં ને અવારનવાર પડતાં વરસાદને કારણે પોરબંદર જિલ્લામાં આવેલ તમામ ડેમો છલકાઈ ગયાં છે. આથી હવે આવનાર એક વર્ષ સુધી લોકો માટે વપરાય એટલો પાણીનો જથ્થો ડેમમાં સંગ્રહાઇ ગયો છે જે પોરબંદર જિલ્લાના લોકો માટે ખુશીની વાત છે.