ETV Bharat / state

પોરબંદરમાં વહિવટીતંત્રની સતર્કતા અને લોકોના સહયોગે “વાયુ” ને આપી માત - organise

પોરબંદર: માધવપુરથી મીયાણી 105 કિ.મી. જેટલો લાંબો સમુદ્રતટ જે વાયુ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થનાર વિસ્તાર હતો. દરિયાકાઠાનાં ગામડા ઉપરાંત બંદર એરીયા અને નીચાણવાળા વિસ્તારનાં ૪૦ હજાર જેટલા લોકોનું ૨૪ કલાકમાં સલામત સ્થળે સ્થળાંતર કરવું. સ્થળાંતર બાદ તેમને ભોજન, પાણી, અને આરોગ્યની સુવિધા આપવી એ ખૂબ જ મહત્વની વાત છે, પરંતુ સંવેદનશીલ જિલ્લા વહિવટીતંત્રની તનતોડ મહેનત થકી જીરો કેજ્યુલીટી સાથે પરિસ્થિતિ થાળે પડી છે.

પોરબંદર
author img

By

Published : Jun 14, 2019, 8:10 PM IST

રાજ્ય સરકારની સુચનાથી જિલ્લા પ્રભારી પ્રધાન જયેશ રાદડીયા પ્રભારી સચિવ લલીત પાડલીયા વાવાઝોડાની પળે-પળની વિગતોથી વાકેફ થઇ તંત્રની સમગ્ર કામગીરી પર દેખરેખ રાખવા સાથે જરૂરી માર્ગદર્શન આપી રહ્યા હતા. જિલ્લા કલેકટર મુકેશ પંડયાએ પણ સેવા સદનમાં સતત ફરજ બજાવી ફિલ્ડમાં રહેલા કર્મચારીઓને જરૂરી સુચના આપતા હતા. તેમજ કંન્ટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેતા હતા.

પોરબંદર
NSRF ટીમ

જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી પોલીસ ફોર્સને સતત માર્ગદર્શન આપતા તો જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા ગ્રામ્ય વિસ્તારોમાં ફરી-ફરી કર્મચારીઓને પ્રોત્સાહિત કરી રહ્યા હોય. આ ટીમ પોરબંદર છે. જેમણે ગામડે ફરજ બજાવતા તલાટી હોય કે શાળાના શિક્ષકને કામ માટે પ્રોત્સાહીત કરી છેવાડાના ગામે રહેતા લોકો પ્રત્યે કાર્યનિષ્ઠાથી ફરજ બજાવી હતી.

પોરબંદર
વહિવટીતંત્ર

વહિવટીતંત્ર સામે સૌથી મોટો પ્રશ્ન લોકોના સ્થળાંતરનો હતો. પ્રાંત અધિકારી કે.વી.બાટી, મામલતદાર વિવેક ટાંક, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફીસર હુદડે, લોકોને સમજાવીને ઘરનું સ્થાળાંતર કરાવ્યું હતું. તંત્રના સહયોગ સાથે લોકોની સૌથી મોટી ધરપત સથવારો મળ્યો આર્મી, NDRF અને SDRF નો લોકોનો આ ફોર્સ પ્રત્યેનો વિશ્વાસ બતાવે છે. તેમણે આવતા વેત લોકોને સ્થળાંતરમાં સહયોગી થવા સાથે તેમના આરોગ્યની સંભાળ લીધી, રસ્તામાં ઝાડ પડ્યા તો તેને દુર કર્યા ટાવર પડ્યા તો તેને હટાવ્યા આ ફોર્સ કુદરતી કહેર સામે બાથ ભીડવા લોકોને ઉપયોગી થવા તાલીમબદ્ધ છે અને આધુનિક ટેકનોલોજીના સાધનોની સજ્જ છે..

પોરબંદર
NSRF ટીમ

અધિક કલેકટર મહેશ જોષીના માર્ગદર્શન તળે રેવન્યુ વિભાગના ખીમભાઇ મારૂ, દુધાત્રા, સાલવી, દિગીશાબેન, નીલેશ મહેતા, રામ રામદે હોય કે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નિકુંજભાઇ સહિત તમામને સાંભળે યોગ્ય માર્ગદર્શન સાથે તેનો ઉકેલ આપ્યો.

Location Porbandar

વાયુ”  થી સૌથી વધુ પ્રભાવી માધવપુર થી મીયાણી ૧૦૫ કિ.મી. લાંબો સમુદ્રતટ-૪૦ હજાર લોકોનું સ્થળાંતર –ભોજન-પાણી-મેડીકલ વ્યવસ્થા સામે તંત્રની તનતોડ મહેનત થકી જનજીવન થયુ પૂર્વવત

પોરબંદર જિલ્લામાં વહિવટીતંત્રની સતર્કતા અને લોકોના સહયોગથી પરિસ્થિતિ થાળે પડી

પોરબંદર તા.૧૪,માધવપુર થી મીયાણી ૧૦૫ કિ.મી. જેટલો લાંબો સમુદ્રતટ જે વાયુ વાવાઝોડા થી સૌથી વધુ પ્રભાવીત થનાર હતો. દરિયાકાઠાના ગામડા ઉપરાંત બંદર એરીયા અને નીચાણવાળા વિસ્તારનાં ૪૦ હજાર જેટલા લોકોનું ૨૪ કલાકમાં સલામત સ્થળે સ્થળાંતર કરવું. સ્થળાંતર બાદ તેમને ભોજનપાણી, અને આરોગ્યની સુવિધા આપવી આ કાઇ નાની સુની વાત નથી. પરંતુ કાળીયા ઠાકોરની કૃપા અને સંવેદનશીલ જિલ્લા વહિવટીતંત્રની તનતોડ મહેનત થકી જીરો કેજ્યુલીટી સાથે પરિસ્થિતિ થાળે પડી છે.

રાજ્ય સરકારની સુચનાથી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયેશ રાદડીયા પ્રભારી સચિવશ્રી લલીત પાડલીયા વાવાઝોડાની પળે-પળની વિગતોથી વાકેફ થઇ તંત્રની સમગ્ર કામગીરી પર દેખરેખ રાખવા સાથે જરૂરી માર્ગદર્શન આપી રહ્યા હતા. જિલ્લા કલેકટરશ્રી મુકેશ પંડયાને રાત્રે ૧-૩૦ કલાકે ફોન કરો તો પણ  સેવા સદનમાં સતત ફરજ બજાવી  ફિલ્ડમાં રહેલા કર્મચારીઓને જરૂરી સુચના આપતા હોય, કે કંન્ટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં હોય, જિલ્લા પોલીસ વડા ર્ડો પાર્થરાજસિંહ ગોહીલ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી પોલીસ ફોર્સને સતત માર્ગદર્શન આપતા તો જિલ્લા વિકાસ અધિકારી  અજય દહિયા ગ્રમ્ય વિસ્તારોમાં ફરી-ફરી કર્મચારીઓને પ્રોત્સાહિત કરી રહ્યા હોય. આ ટીમ પોરબંદર છે. જેમણે ગામડે ફરજ બજાવતા તલાટી હોય કે શાળાના શિક્ષકને કામ માટે પ્રોત્સાહીત કરી છેવાડાના ગામે રહેતા લોકો પ્રત્યે કાર્યનિષ્ઠાથી ફરજ બજાવી હતી.

વહિવટીતંત્ર સામે સૌથી મોટો પ્રશ્ન લોકોના સ્થળાતરનો હતો. આપણે બે દિવસ બહારગામ જવુ હોય તો ૧૦ દિવસ પહેલા તૈયારી કરવી પડે આ તો બધુ મુકી ભલે પોતાનું નાનુ ઝુંપડુ કે કાચુ મકાન છે.. પણ કહેવાય છે ને કે, પૃથ્વીનો છેડો ઘર છે તેને ખાલી કરતા બોવ વસમું લાગે, પ્રાંત અધિકારી કે.વી.બાટી, મામલતદારશ્રી વિવેક ટાંક, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફીસર હુદડે, લોકોને સમજાવા મનાવ્યા અરે ક્યાક તો કર્મચારીઓએ આતા-બાપા કરવાની  નોબત આવી અને ના સમજ હતી ત્યાં પોલીસ ફોર્સ બધાનું એક જ લક્ષ્ય હતું.જીરો કેજયુલીટી  જે સાર્થક થયુ અને આજે તેનો સૌને સંતોષ છે, આનંદ છે. જનજીવન  પુર્વવત થી રહ્યુ છે થાળે પડી રહ્યું છે.

તંત્રના સહયોગ સાથે લોકોની સૌથી મોટી ધરપત સથવારો મળ્યો આર્મી,એન.ડી.આર.એફ, અને એસ.ડી.આર.એફ. નો.લોકોનો આ ફોર્સ પ્રત્યેનો વિશ્વાસ બતાવે છે. તેમણે આવતા વેત લોકોને સ્થળાંતરમાં સહયોગી થવા સાથે તેમના આરોગ્યની સંભાળ લીધી, રસ્તામાં ઝાડ પડ્યા તો તેને દુર કર્યા ટાવર પડ્યા તો તેને હટાવ્યા આ ફોર્સ કુદરતી કહેર સામે બાથ ભીડવા લોકોને ઉપયોગી થવા તાલીમબધ્ધ છે અને  આધુનિક ટેકનોલોજીના સાધનોની સજ્જ છે..

આ બધા વચ્ચે કંન્ટ્રોલરૂમના ફોન સતત રણકતો રહ્યો. અમે ફુડ પેકેટ બનાવશુ. અમારી સેવાની કયાં જરૂરીયાત છે ?અધિક કલેટર મહેશ જોષીના માર્ગદર્શન તળે રેવન્યુ વિભાગના ખીમ ભાઇ મારૂ, દુધાત્રા, સાલવી, દિગીશાબેન, નીલેશ મહેતા, રામ રામદે હોય કે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નિકુંજભાઇ સહિત તમામને સાંભળે યોગ્ય માર્ગદર્શન સાથે તેનો ઉકેલ આપે. હા સૌથી મોટી વાત આપણી પરંપરા સંસ્કૃતિ સેવા ની સુવાસ “વાયુ” વાવાઝોડા સામે જીંક જીલવા – સ્વૈચ્છીક-સામાજીક સંસ્થાઓનો અને જન સામાન્યનો સહયોગ સરાહનીય રહ્યો તેમ કલેકટરશ્રીએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.