પોરબંદર પોરબંદર પંથકમાં છેલ્લા ઘણા સમયથી માધવપુર દરિયાકિનારે ચાલતા ચાલતા રતનપર તથા ઓડદર ગામ પાસે સિંહ આવી ચડ્યો છે અને સિંહ અહીં વસવાટ કરી રહ્યો છે. ત્યારે ઘણીવાર ગાયનું મારણ (Protest over killing of cows by Lions in Ratanpar )પણ કરે છે. આથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. એક તરફ સિંહને આ વાતાવરણ અનુકૂળ આવ્યું હોય તેવું પણ વર્તાઈ રહ્યું છે. ત્યારે વન વિભાગ (Porbandar Forest Department ) દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવે તથા લોકોમાંથી ભયનો માહોલ દૂર થાય તે રીતે યોગ્ય પગલાં ભરવા લોકો અને પોરબંદર યૂથ કોંગ્રેસ દ્વારા પોરબંદર વનવિભાગને વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત સિંહ અહીં વસવાટ કરે તો તેથી કોઈ સમસ્યા હોય પરંતુ માલધારીઓને પોતાના પશુઓની સેફટીની ચિંતા હોય ત્યાંથી વન વિભાગ દ્વારા નકકર પગલાં લેવામાં આવતી માલધારીઓએ કરી હતી.
આ પણ વાંચો ખાંભાના ઇંગોરાળા ગામમાં સિંહે પશુનું કર્યું મારણ
ઓડદર ગૌશાળામાં ફેન્સીંગ બનાવવા માગ પોરબંદર નજીકના ઓડદર ગૌશાળા નજીક આવેલ ગાશાળામા ગત સોમવારની રાત્રીના સિંહે છ ગાયોના મારણ કરવાની સાથે છ ગાયોને ઈજાગ્રસ્ત કરી હતી. આ બનાવને પગલે પોરબંદર યૂથ કોંગ્રેસ (Porbandar Youth Congress Demand ) અને જીવદયાપ્રેમીઓ આજે પોરબંદર-છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા માટે દોડી ગયા હતાં કે સિંહ અને દીપડા દ્રારા વારંવાર ગોધનના શિકાર કરવામા આવી રહ્યા છે તે બાબતે પગલાં ભરવામાં આવે.
આ પણ વાંચો વન કર્મીઓની હડતાળ પર સિંહ દીપડા નિકળ્યા શહેરની સફરે, પશુઓનું કર્યું મારણ
ગૌધનની સુરક્ષાને લઈને રજૂઆત ઓડદરની પાલિકા સંચાલિત ગૌશાળામાં ફેન્સીગ બનાવી અથવા તો ઉંચી દીવાલ બનાવવી. જોકે હાલ તે તાત્કાલિક બનાવવી શકય નથી. આથી વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી હતી. આથી પાલિકા ચીફ ઓફીસરે અન્ય ગૌશાળા ખાતે ખસેડવા માટેનું આયોજન કરવામા આવશે અને સલામત ગૌશાળા નહીં મળતાં ચોપાટી ખાતે આવેલ ફુડ ઝોનમાં પણ ગૌધનના સ્થળાંતરની ખાત્રી આપી હતી.
શું છે મામલો પોરબંદર નજીકના ઓડદર ખાતે પાલિકા સંચાલિત ગૌશાળા આવેલી છે. તેમાં રેઢીયાળ પશુઓને રાખવામા આવે છે. અહીં અવારનવાર દીપડો ગૌધનના શિકાર કરી જાય છે. હવે સિંહ પણ આ વિસ્તારમા વસવાટ કરે છે અને તેમણેે પણ ગાયના મારણ કરવાનું શરુ કરતા જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગૌધનની સુરક્ષાને લઈ પોરબંદર યૂથ કોગ્રેસ (Porbandar Youth Congress Demand )ના પ્રમુખ ધર્મેશભાઈ પરમાર સહિતના આગેવાનો પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા દોડી ગયાં હતાં. અંતે પાલિકા ચીફ ઓફીસરે ઓડદર ગૈાશાળાના પશુધનને સલામત સ્થળે ખસેડવાની ખાતરી આપી હતી.