પોરબંદરમાં દૂરથી આવતા ગામડાના લોકો PGVCL કચેરીએ જ્યારે પણ લેમ્પ બદલવા જાય છે, ત્યારે તેઓને કોઈ જવાબ આપવામાં આવતો નથી અને કોન્ટ્રાક્ટ પર યોજના આધારિત હતી જે કોન્ટ્રાકટ હોય એને મળવાનું કહેવામાં આવે છે. આમ, ઉજાલા યોજના નિષ્ફળ નીવડી હોય તેવું લોકોએ જણાવ્યું હતું અને ઉજાલા હાય-હાયના નારા લગાવ્યા હતાં. ઉજાલા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું પણ લોકોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત લોકોએ વિનંતી કરી હતી કે મીટર ચેક કરતી વખતે આવતા લોકોને તેજ સમયે લેમ્પ બદલવામાં આવે તો લોકોએ ધક્કા ખાવા નહિ અને ટિકિટ ભાડા ખરચવા નહીં આમ, લેમ્પ બદલવા બાબતે સરકારે યોગ્ય રસ્તો લઇ આવવા લોકોએ વિનંતી કરી હતી.