ETV Bharat / state

Porbandar Prisoner Death: કાચા કામના કેદીનું રાજકોટ હોસ્પિટલમાં મોત, દારૂ ન મળતાં મોત થયાનું પ્રાથમિક તારણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 2:19 PM IST

પોરબંદરના કાચા કામના કેદીનું રાજકોટ હોસ્પિટલમાં મોત થયું છે. સામે આવેલી માહિતી પ્રમાણે આરોપીને આલ્કોહોલ વિથ્ડ્રોઅલ સિમ્પ્ટમ્સ એટલે કે તેને દારૂની ટેવ હતી. જેલમાં આવ્યા બાદ અચાનક તેને દારૂ મળવાનું બંધ થતાં બોડી સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. જેને પગલે આરોપી બીમાર પડ્યો હતો.

Porbandar Prisoner Died
Porbandar Prisoner Died
કાચા કામના કેદીનું રાજકોટ હોસ્પિટલમાં મોત

પોરબંદર: જેલમાં રહેલા સાયકલ ચોરીના આરોપમાં એક કાચા કામના કેદીની તબિયત બગડતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું છે. આરોપીને અચાનક દારૂ મળવો બંધ થઈ જતાં તેનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ સાથે જ પોલીસે તેના કસ્ટોડિયલ ડેટ બાબતે થયેલા આક્ષેપોને ખોટા ગણાવ્યા છે.

આરોપી આલ્કોહોલ વિથ્ડ્રોઅલ સિમ્પ્ટમ્સથી પીડિત: પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે પોરબંદર સબજેલના કાચા કામના કેદી કનૈયાલાલ બીમાર પડતાં તેને પ્રથમ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટની પંડિત દિન દયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાથમિક તબક્કે હોસ્પિટલ રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે આરોપી આલ્કોહોલિક હેબિટ ધરાવતો હતો અને તેના કારણે જેલમાં જતાં અચાનક આલ્કોહોલ મળવાનું બંધ થઈ જતા તે બીમાર પડી ગયો હતો. એટલે કે આલ્કોહોલ વિથ્ડ્રોઅલ સિમ્પ્ટમ્સ જોવા મળ્યાં છે. તેમ છતાં તેનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે અને મૃત્યુનું ખરું કારણ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.

કસ્ટોડિયલ ડેથ અંગે પોલીસનો ખુલાસો: આરોપીના કસ્ટોડિયલ ડેથ અંગે પોલીસ પર મૃતકના પરિવારજનોએ માર માર્યાના આક્ષેપ કર્યા હતા. આ અંગે ઇન્ચાર્જ એસ.પી સુરજિત મહેડુએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે પોલીસ પર કરવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા છે. તેના મૃત્યુ અંગે જે પ્રાથમિક મેડિકલ રિપોર્ટ મળ્યા છે તેમાં તેનું મૃત્યુ આલ્કોહોલ વિથ્ડ્રોઅલ સિમ્પ્ટમ્સના કારણે થયું હોવાનું નોંધાયું છે અને તેમ છતાં તેનું પેનલ પીએમ પણ કરવામાં આવ્યું છે, જેનાથી મૃત્યુનું કારણ પણ બહાર આવશે. મૃત્યુના કારણ અંગે પોલીસ કરતાં મેડિકલ એક્સપર્ટસનો અભિપ્રાય વધુ માન્ય ગણી શકાય. હાલ સમગ્ર પ્રકરણની તપાસ ચાલુ છે.

  1. સુરત SOGએ એમડી ડ્રગ્સ સાથે 3ને ઝડપ્યા, અંદાજિત 16 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
  2. રંગીલા રાજકોટમાંથી છેલ્લા 1 વર્ષમાં 2.5 કરોડનો દારુ ઝડપાયો, સોખડા ગામે બુલડોઝર ફેરવાયું

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.