ETV Bharat / state

પોઝિટિવ પોરબંદર: છાયામાં યુવાનનું અવસાન થતાં પરિવારજનોએ ચક્ષુદાન કર્યું - ચક્ષુદાતા બાબુભાઈ

જીવતા રક્તદાન મૃત્યુ બાદ ચક્ષુદાન સ્લોગનને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરના એક યુવાનના અપમૃત્યુ બાદ તેના પરિવારે ચક્ષુદાન કર્યું હતું.

 યુવાનનું અવસાન થતાં પરિવારજનોએ ચક્ષુદાન કર્યું

author img

By

Published : Aug 18, 2020, 11:06 PM IST

પોરબંદર: છાયામાં યુવાનનું અકાળે અવસાન થતા પરિવારજનોએ મૃતકના આંખોનું દાન કર્યું હતું. પરિવારજનોએ અંધકારમય જીવનમાં રોશનીના અંજવાળા પાથરવાનું સરાહનીય કાર્ય કર્યું છે.

પોરબંદરમાં તાજેતરમાં બાબુભાઇ ચાવડાનું અવસાન થયું હતું. કોરોના વાઇરસની મહામારીના સમયમાં ઉદ્યોગ, ધંધા ઠપ થઈ ગયા છે અને આવી કપરી પરિસ્થિતીમાં પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા બાબુભાઇ નામના યુવાન આર્થિક બેરોજગારીના કારણે મુસીબતમાં મુકાઈ ગયા હતા અને તેમને પોતાના પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બની ગયું હતું.

આવી વિકટ પરિસ્થિતિમાં પોતાના પરિવારની ચિંતા કરી બાબુભાઈ ચાવડાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, ત્યારે તેમના પરિવારજનો દ્વારા બાબુભાઈ ચાવડાનું અવસાન થયા બાદ તેમના ચક્ષુ દાન કરી સમાજના અન્ય વ્યક્તિને અંધકારમય જીવનમાં રોશનીના અજવાળા પાથરવાનું સરાહનીય કાર્ય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સામાજિક સંસ્થા નેચર ક્લબનો બાબુભાઈ ચાવડાના પરિવારજનોનો આ કાર્યમાં જરૂરી સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.