ETV Bharat / state

IIT પશ્ચિમ બંગાળમાં અભ્યાસ કરતો પોરબંદરનો યુવાન કોરોના સંક્રમિત - Corona positive cases in porbandar

પોરબંદરમાં કોરોનાના સંક્રમણમાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. ત્યારે મંગળવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જેમાં પશ્ચિમ બંગાળમાં IIT કરતા એક 21 વર્ષના યુવાનને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું.

 IIT પશ્ચિમ બંગાળમાં અભ્યાસ કરતો પોરબંદરનો યુવાન કોરોના સંક્રમિત

author img

By

Published : Jun 9, 2020, 9:34 PM IST

Updated : Jun 9, 2020, 10:50 PM IST

પોરબંદર: IIT પશ્ચિમ બંગાળમાં અભ્યાસ કરતો પોરબંદરનો 21 વર્ષીય યુવાન કોરોનાસંક્રમિત થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. આ યુવાન 5 જૂને પોરબંદરમાં પ્રવેશ્યો હતો ત્યારે તે તેના મામાના ઘરે રાણાવાવ ક્વોરેન્ટાઈનમાં રહ્યો હતો. જ્યાં તેની તબિયત બગડતા હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ યુવાન વર્ષો પહેલા કાંટેલા ગામમાં રહેતો હતો અને તેનું આધાર કાર્ડ કાંટેલા ગામનું છે. પરંતુ છેલ્લા 5 વર્ષથીં તે કાંટેલા ગામમાં આવ્યો ન હતો. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અભ્યાસ અર્થે જતા પહેલા તે યુવાન પાંડાવદર ગામની બિલડી સિમ વિસ્તારમાં રહેતો હતો તેવું જાણવા મળ્યું છે. પરંતુ 5 જુન 2020 બાદ તે રાણાવાવ મામાને ત્યાં જ રહ્યો હતો તેવું હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે તેની સાથે કોણ કોણ આવ્યું તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહી છે.

આ ઉપરાંત પોરબંદર સિવિલ હોસ્પિટલમાંથી કુતિયાણાના બે પોઝિટિવ દર્દીઓમાં એક મહિલા અને એક પુરુષને સારવાર બાદ હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે હવે પોરબંદરમાં કુલ 3 એક્ટિવ પોઝિટિવ કેસ છે અને અત્યાર સુધીમાં કુલ 13 પોઝિટિવ કેસ પોરબંદરમાં નોંધાયા છે જેમાં 2ના મૃત્યુ થયેલા છે.

સિવિલ હોસ્પિટલના ડૉક્ટર દિનેશ રાઠોડે લોકોને ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું.

Last Updated : Jun 9, 2020, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.