પોરબંદર: ઉનાળામાં કાળજાળ ગરમી પડી રહી છે. ત્યારે પોરબંદર આવાસ યોજના વિસ્તારમાં પણ છેલ્લા દસ દિવસથી પાણી ન આવતા મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ છે. પોરબંદર નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓ તથા કોંગ્રેસના આગેવાનોએ ઘેરાવ કર્યો હતો. તાત્કાલિક પાણી આપવામાં માંગ કરી હતી. આવાસ યોજનામાં છેલ્લા 10 દિવસથી નથી આવ્યું. પાણી પોરબંદર બોખીરા આવાસ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણી આવ્યું નથી. ત્યારે મહિલાઓ રોષે ભરાઈ હતી. 30 થી 50 જેટલી મહિલાઓ નગરપાલિકા કચેરી દોડી ગઈ હતી. જ્યાં ચીફ ઓફિસર તાત્કાલિક પાણી આપવા રજૂઆત કરી હતી. અનેક વાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા મહિલાઓ ઉગ્ર મિજાજમાં જોવા મળી હતી.
આ પણ વાંચો Water Crisis in Porbandar : 12 દિવસથી પાણી વિના ટળવળતા વિસ્તાર, પોરબંદરમાં પાણીની પારાયણ
આવાસ વિસ્તાર: પોરબંદર બોખીરા આવાસ વિસ્તારમાં રહેતા ધીરજ બેને જણાવ્યું હતું કે એક તરફ વેકેશન ચાલી રહ્યું છે. આ ઉપરાંત ઘરમાં મહેમાન પણ આવ્યા હોય ત્યારે દસ દસ દિવસથી પાણી નથી આવ્યું.જેને લઇને મોટી સમસ્યા સર્જાય છે અને પાણી વેચાતું પણ લેવું પડે છે.આ ઉપરાંત ભાવનાબેન ને જણાવ્યું હતું કે દૂર સુધી પાણી ભરવા જવું પડે છે અને રૂપિયા પણ ખર્ચવા પડે છે. જયાબેન ને જણાવ્યું હતું કે કોઈ પણ ભોગે સરકાર પાણી આપે. પાણી વિના જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. જ્યારે પત્ની સાથે પાણી ભરતા રાજુભાઈએ પણ જણાવ્યું હતું કે ટાંકા પાસે એક નળ ખોલવામાં આવ્યો છે. જ્યાંથી બધા કામ ચલાવવું પાણી ભરેલી રહ્યા છે. ત્યારે તે પણ તેમની પત્ની મદદ કરી રહ્યા હતા. જ્યારે કુંદન મેને જણાવ્યું હતું કે અમે ઉપર રહેતા હોય આથી ચોથા માળે પાણી ચડાવવું પડે છે. આઠ 10 દિવસથી પાણી નથી આવતું ત્યારે જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.
રોષ ઠાલવ્યો: કોંગ્રેસના આગેવાનોએ પણ રોષ ઠાલવ્યો અને આવેદનપત્ર આપ્યું હતું.પોરબંદર બોખીરા આવાસ યોજનામાં 10 10 દિવસથી પાણી ન મળતા કોંગ્રેસ આગેવાનો પણ નગરપાલિકાની કચેરી એ દોડી ગયા હતા. મહિલા સાથે તેઓએ પણ આવેદનપત્ર આપ્યું હતું. ચીફ ઓફિસર તાત્કાલિક પાણી પહોંચાડવા રજૂઆત કરી તે આ ઉપરાંત પાણી આપવામાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા. જ્યારે તમામ પ્રશ્નોના યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પાલિકાના ચીફ ઓફિસર એ જણાવ્યું હતું કે પાણીએ જીવન જરૂરી વસ્તુ છે અને પાણી વગર જીવન મુશ્કેલ છે આથી આ પ્રશ્નને તાત્કાલિક ઉકેલવામાં આવશે. અન્ય પ્રશ્નો ઉપર ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.