પોરબંદર: પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રતરણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. અરબી સમુદ્રના કિનારે સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા પોરબંદરના દરિયામાં ભારતની એક અનોખી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધા દેશભરના સ્વીમરો માટે યોજવામાં આવી રહી છે. છેલ્લા 23 વર્ષથી આ સ્પર્ધાનું આયોજન પોરબંદરમાં કરવામાં આવી રહ્યું છે.
બે દિવસીય સ્પર્ધા : તારીખ 6 અને 7 જાન્યુઆરીના રોજ બે દિવસ સ્વિમિંગ કોમ્પિટિશનનો પ્રારંભ ધ્વજ વંદન દ્વારા કરવામાં આવ્યો છે. દેશભરના સાહસવીરો પોરબંદરનો દરિયો ખેડવા તૈયાર થઈ ગયા છેય ત્યારે રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા એક કિલોમીટર બે કિલોમીટર પાંચ કિલોમીટર 10 કિલોમીટર ની વિવિધ વય જૂથની કેટેગરી વાઇઝ અલગ અલગ ઉંમર મુજબ વય જૂથના ભાઈઓ તથા બહેનો બાળકો અને ખાસ કરીને દિવ્યાંગો માટેની આ સ્પર્ધાનું આજથી પ્રારંભ થયો છે.
સ્પર્ધામાં કુલ 1162 સ્પર્ધકોએ ભાગ લીધો : આ સ્પર્ધામાં એક કિલોમીટરની વિવિધ કેટેગરી વાઇઝ ભાઈઓ તથા બહેનો તથા બાળકો મળીને કુલ 646 તથા 2 km ના વિવિધ કેટેગરી વાઇઝ ભાઈઓ તથા બહેનો તથા બાળકો મળીને કુલ 183 અને પાંચ કિલોમીટર વિવિધ કેટેગરી વાઇઝ ભાઈઓ તથા બહેનો અને બાળકો મળીને કુલ 194 તથા 10 કિલોમીટર વિવિધ કેટેગરી ભાઈઓ તથા બાળકો મળીને કુલ 69 અને એક અને પાંચ કિલોમીટર માં દિવ્યાંગ 70 સ્પર્ધકોએ ભાગ લીધેલ છે આમ કુલ અત્યાર સુધીમાં 1162 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. મહારાષ્ટ્ર કર્ણાટક ઓરિસ્સા સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં તરવૈયાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે
આ કોમ્પિટિશન ઓપન સીમાં હોવાથી અઢી કિલો મીટર સુધીનો રૂટ ગોઠવવામાં આવેલ છે. જેમાં દર 500 મીટર પ્લેટફોર્મ્સ રેફ્રિની ટીમ તથા રેસ્ક્યુમેન રાખવામાં આવેલ છે. દિશાસૂચક માટે 100 મીટરના અંતરે ધ્વજ રાખવામાં આવેલ છે. રેસ્ક્યુ માટે ઇન્ડિયન નેવી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તથા પોરબંદર નગરપાલિકા અને પીલાણા બોટ એસોસિએશનની બોટ તેમજ પોરબંદર માછીમાર સમાજના પીલાણા અને સ્વિમિંગ ક્લબની બે બોટ તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યુ માટે રિંગ બોયા પૂરા પાડેલ છે. આ ઉપરાંત નિવૃત્ત આર્મીમેન હસમુખભાઈ સરવૈયાની ટીમ અને વોલેન્ટિયરો અને 10 જેટલા કયાક દ્વારા સ્વિમિંગ ક્લબના સભ્યોની કામગીરીમાં જોડાયા છે. આ ઉપરાંત વોકીટોકી દ્વારા સંકલન કરાયું છે તેમજ સીસીટીવી કેમેરા અને બાયનોક્યુલરથી વોચ ટાવર પરથી પણ સતત નજર રાખવામાં આવી છે...દિનેશ પરમાર (પ્રોજેક્ટ ચેરમેન, શ્રી રામ સી સ્વિમિંગ કલબ)
વડોદરાથી આવેલ બાળકીએ ઉત્સાહ વ્યક્ત કર્યો : તરણ સ્પર્ધામાં વડોદરાથી આવેલ હેતવીએ જણાવ્યું હતું કે તેમણે બે કિ.મી તથા ત્રણ કિમી તરણ સ્પર્ધામાં ભાગ લીધો છે અને છેલ્લા પાંચ વર્ષથી તે સ્વિમિંગ કરી રહી છે અને નેશનલ લેવલની સ્પર્ધામાં ગુજરાતને પ્રેઝન્ટ કર્યું છે. ફિલ્મ સ્વિમિંગમાં નેશનલમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેની ટીમ પણ તેની સાથે અલગ અલગ સ્થળોએ યોજાનાર સ્પર્ધાઓમાં ભાગ લઈ રહી છે. આ અગાઉ જમ્મુ કાશ્મીરમાં યોજાયેલ નેશનલ લેવલની સ્પર્ધામાં તેઓએ ભાગ લીધો હતો અને આ પ્રકારનું આયોજન ખૂબ જ સરસ છે તેમ હેતવીએ જણાવ્યું હતું.