ETV Bharat / state

Porbandar Sex Racket : મફતિયાપરા પાસેથી ધમધમતું કુટણખાનું ઝડપાયું, મહિલા સહિત બે શખ્સોનો ધરપકડ - sex racket caught in Curly Pull Mafatiyapara

પોરબંદરના કર્લીના પુલ નજીક પોલીસે ડમી ગ્રાહક મોકલ્યા બાદ કૂટણખાનું ઝડપી લીધું છે. આ દરોડા દરમિયાન ત્યાંથી દેહવિક્રયનો ધંધો કરનાર એક મહિલા અને બે શખ્સોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Porbandar Sex Racket : મફતિયાપરા પાસેથી ધમધમતું કુટણખાનું ઝડપાયું, મહિલા સહિત બે શખ્સોનો ધરપકડ

author img

By

Published : Mar 3, 2023, 11:22 AM IST

પોરબંદરના કર્લી પુલ નજીક મફતિયાપરા પાસે કૂટણખાનું ઝડપાયું

પોરબંદર : રાજ્યના અનેક વિસ્તારમાં કુટણખાના ઝડપાયાના સમાચાર આવતા હોય છે. જેમાં લોકો આર્થિક ફાયદા માટે સ્ત્રીના દેહ વેપાર કરતા હોય છે. ત્યારે પોરબંદર શહેરમાં પોલીસે ધમધમતું એક કુટણખાનું પકડી પાડ્યું છે. પોલીસ દરોડા કરતા દેહવિક્રયનો ધંધો કરનાર મહિલાને ઝડપી પાડી છે. તેમજ અન્ય ગ્રાહક તરીકે બે શખ્સોને રૂપિયા સાથે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસે કુટણખાનાને લઈને લોકોને એક અપીલ પણ કરી છે.

શું હતો સમગ્ર મામલો : પોરબંદરના કર્લી પુલ પહેલા આવતા મફતિયાપરા વિસ્તારમાં મકાનમાં આર્થિક ફાયદા માટે સ્ત્રીઓને બોલાવી કૂટણખાનું ચલાવાતું હતું. ગ્રાહક તરીકે પુરુષો બોલાવીને દેહવિક્રયનો ધંધો કરી સંતોકબેન નામની મહિલા કુટણખાનું ચલાવતી હતી. આસપાસનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું હતું અને તેની સીધી અસર મહોલ્લામાં પડતી હતી. પોલીસને બાતમી મળતા ડમી ગ્રાહક મોકલ્યો હતો. તેની પાસેથી મહિલાએ રૂપિયા સ્વીકારી ઘરમાં મોકલ્યા હતા. જ્યાં અન્ય ગ્રાહક તરીકે ભીખા પાંડાવદરા અને જયમલ લાખણશી મોઢવાડીયાને કુલ 6,200 રોકડ 31,200 રુપિયાના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

આ પણ વાંચો : વાપીમાં પોલીસે કૂટણખાનું ચલાવતી મહિલા સહિત 2 લોકોની કરી ધરપકડ

પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો : DYSP નિલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પોરબંદરના મફતિયાપરા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી દેહવિક્રયનો ધંધો ચાલતો હતો. આ અંગે પોરબંદરના ઉદ્યોગ નગર પોલીસને ગઈકાલે કોઈ જાગૃત નાગરિકે જાણ કરી હતી. પોલીસે બાતમીના આધારે કર્લી પુલના મફતિયાપરામાં સંતોકબેન વાઘેલાના રહેણાંક મકાનમાં ડમી ગ્રાહક મોકલ્યો હતો, ત્યારબાદ પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન દેહવિક્રયનો વેપાર ચાલતો હતો. જેમાં અન્ય બે પુરુષો ભીમા જીવાભાઈ પાંડાવદરા અને જયમલ લાખણશી મોઢવાડિયાને ઝડપી પાડ્યા હતા. બન્ને ગ્રાહક તેમજ મકાન મલિક વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રીવેન્શન એક્ટની કલમ અંતર્ગત ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : જામનગરના યોગેશ્વરધામ સોસાયટીમાંથી કુટણખાનું ઝડપાયું

પોલીસે લોકોનેે કરી અપીલ : પોરબંદર જિલ્લામાં એક વર્ષથી ચાલતા કુટણખાનામાં દરોડા પડતા ઠેર ઠેર ચર્ચાઓ થવા લાગી છે. અનેક જગ્યાઓએ ચાલતા દેહ વ્યાપારના ધંધા ચાલતા હોય તો લોકોને સામે આવી તાત્કાલિક પોલીસને જાણ કરવા DYSP નિલમ ગોસ્વામીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.