ETV Bharat / state

પોરબંદર: દરિયામાં પડી ગયેલા નંદીનો આબાદ બચાવ - Rescue

પોરબંદરમાં ઇન્દ્રેસ્વર મહાદેવના મંદિર પાછળ દરીયામાં પાછળ નંદી પડી જતા લોકો દોડી આવ્યા હતા. ગ્રુપ ઓફ બર્ડ એન્ડ એનિમલના સભ્યો દોડી ગયા હતા અને નંદિનું દોરડા બાંધી રેસ્ક્યુ કર્યું હતું.

દરિયામાં પડી ગયેલા નંદીનો આબાદ બચાવ
પોરબંદર: દરિયામાં પડી ગયેલા નંદીનો આબાદ બચાવ
author img

By

Published : May 14, 2021, 2:19 PM IST

Updated : May 14, 2021, 5:16 PM IST

  • દરીયામાં પડેલા નંદીનો આબાદ બચાવ
  • ગ્રુપ ઓફ બર્ડ એન્ડ એનિમલના સભ્યો દ્વારા નંદીનો બચાવ કરવામાં આવ્યો
  • બચાવ કામગીરીનો વિડીય વાયરલ

પોરબંદર : જિલ્લાના સ્મશાન પાસે આવેલા ઇન્દ્રેસ્વર મહાદેવના મંદિર પાછળ એક નંદી ભેખડ ઉપરથી દરિયામાં પડી ગયો હતો આ વાતની જાણ એક જીવદયા પ્રેમીને થતા તાત્કાલિક મદદે ગ્રુપ ઓફ બર્ડ એન્ડ એનિમલના સભ્યો દોડી ગયા હતા અને નંદિનું દોરડા બાંધી રેસ્ક્યુ કર્યું હતું.

પશુ પ્રેમીના કારણે નંદીનો જીવ બચ્યો

દરિયામાં પડી ગયેલા નંદીનો આબાદ બચાવ
જિલ્લાના સ્મશાન પાસે આવેલ ઇન્દ્રેશવર મહાદેવના મંદિર પાછળ દરિયામાં એક નંદીને ડૂબતા હતા જેની જાણ રમેશભાઈ ઓડેદરાને થતા તેમણે ગ્રુપ ઓફ બર્ડ એન્ડ એનિમલમાં જાણ કરી હતી. ગ્રુપ ફોર બર્ડ એન્ડ અનિમલના સભ્યો સંજયભાઈ ઓડેદરા, ચંદ્રેશ જેઠવા, જીવાભાઈ રાતડીયા, આનંદભાઈ રાજાણી ત્યાં પહોંચી ગયા અને ફાયર બ્રિગેડની ટિમને જાણ કરી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા દાંતીવાડા ખાતે જીવદયા પ્રેમીઓએ કતલખાને જતા 57 પશુઓનો જીવ બચાવ્યો

અનેક લોકો આવ્યા મદદે

આજુબાજુ માંથી અનેક જીવદયાપ્રેમી લોકો પણ મદદ કરવા આવી પહોંચ્યા હતા. બધાની અથાગ મહેનત ના કારણે નંદી ને દોરડા બાંધી હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ તાત્કાલિક 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ના ડો. અમિત શ્રીવાસ્તવ દ્વારા સારવાર કરાવી નંદીને મુક્ત કરવામાં આવ્યો હતો. .સોસીયલ મીડિયા પર આ વિડિઓ ને જોઈ અનેક લોકો એ જીવદયા પ્રેમીઓના કાર્ય ને સરાહનીય ગણાવ્યું હતું.

Last Updated : May 14, 2021, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.