ETV Bharat / state

Porbandar Rain : ભાદર-2 ડેમના ચાર દરવાજા ખોલ્યા, પોરબંદરના 15 ગામોને એલર્ટ કરાયા

રાજકોટના ભૂખી પાસે આવેલા ભાદર 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતાંં 4 દરવાજા ખોલીને આસપાસના ગામનો એલર્ટ કર્યા છે. તેમજ લોકોને નદીની આસપાસ ન જવા ખાસ અપીલ કરી છે. તેમજ માધવપુર ઘેડના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે.

Porbandar Rain : ભાદર-2 ડેમના ચાર દરવાજા ખોલ્યા, પોરબંદરના 15 ગામોને એલર્ટ સાથે લોકોને કરાય અપીલ

author img

By

Published : Jul 10, 2023, 3:18 PM IST

ભાદર-2 ડેમના ચાર દરવાજા ખોલ્યા

પોરબંદર : સૌરાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાથી મેઘરાજાએ મહેર મૂકી છે, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભુખી પાસે આવેલા ભાદર 2 ડેમ તેની નિર્ધારિત સપાટી ભરાઈ જતા આ ચાર દરવાજા ખોલ્યા છે. રવિવારે બપોરે 2.30 કલાકે 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી પોરબંદર જિલ્લાના આવેલા કુલ 15 ગામોને એલર્ટ કરાયા છે.

ક્યાં ક્યાં ગામનો એલર્ટ કરાયા : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલ ભૂખી ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે તંત્ર દ્વારા આ ડેમના ચાર પાટિયા ખોલવામાં આવ્યા છે. આ ચાર પાટીયા દોઢ ફૂટ ખોલવામાં આવતા પોરબંદર જિલ્લાના 15 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં પોરબંદર તાલુકાના ચાર ગામ ચીકાસા, ગરેજ તેમજ મિત્રાળા અને નવી બંદરને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુતિયાણા તાલુકાના 11 ગામ જેમાં ભોગસર બીલડી ચૌટા છત્રાવા, કાટવાણા કુતિયાણા શહેર, માંડવા, પસવારી, રોઘડા, સેગરસ અને થેપડા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

પોરબંદર વિસ્તારમાં વરસાદી મોસમ : પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ તેમજ બરડા પંથકમાં છેલ્લા અઠવાડિયાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદર બરડા પંથકના ખેતરોમાં પાણી ભર્યા છે. આ ઉપરાંત રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. માધવપુર ઘેડના વિસ્તારમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઘેડ વિસ્તાર અત્યારે બેટમાં ફેરવાયો છે. આગામી સમયમાં પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

લોકોને ખાસ અપીલ : સૌરાષ્ટ્ર સહિત પોરબંદર જિલ્લામાં લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે, ત્યારે પોરબંદર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીએ ઉપરથી મળેલી સૂચના અનુસાર ભાદર નદીની આસપાસના હેઠળના વિસ્તારમાં આવેલા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા, માલ ઢોર વાહનોને નદીના પ્રવાહથી પટમાંથી પસાર ન કરવા, જોખમી પ્રયાસ ન કરવા સલાહ આપવામાં આવી હતી અને આગામી સમય દરમિયાન ભારે વરસાદની આગાહી હોય આથી લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે.

  1. Keshod Rain: અનરાધાર વરસાદથી ઉતાવળી ગાંડીતુર, બેટમાં ફેરવાતા વિસ્તાર
  2. Banaskantha Rain: બનાસકાંઠામાં વરસાદને પગલે અનેક ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોને લાખો રૂપિયાનું થયું નુકસાન
  3. Rajkot Rain: ઉપલેટામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો, ડેમની જળ સપાટીમાં વધારો થતા મોજ અને વેણુ-2 ડેમના દરવાજા ખોલાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.