પ્રાપ્ત વિગતો મુજબ, જયુબેલી પે-સેન્ટર શાળા પાસે રહેતા પરબત ભીમા આેડેદરા નામના વૃદ્ધે તેના મકાનમાં માણસો બોલાવીને જુગારધામ શરૂ કર્યુ હતુ.જે અંગેની માહિતીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
દરોડામાં પરબત ઉપરાંત બખરલાની બીલડી સીમના રાજા મોઢવાડિયા, જયુબેલી પોસ્ટઆેફીસ પાછળ રહેતા પરબત દુદા ખુંટી અને કુછડી ગૌશાળા પાસે રહેતા કરશન માલદે કારાવદરાને પકડીને 16800ની રોકડ, 65000ના ત્રણ બાઇક અને પાંચ રૂપિયાની ચાદર સહિત 81805 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.