પોરબંદર : DGP ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટેની ઝુંબેશ ચાલુ કરાવી હતી. આ ઝુંબેશ અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલએ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ટીમોને સુચના અને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.
આ અનુસંધાને પેરોલ ફર્લો સ્ક્વોડના ઈન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. સી. ગોહિલની રાહબરી હેઠળ સ્ટાફના માણસો પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પિયુષભાઈ સિસોદિયાને મળેલી ચોકકસ બાતમી આધારે બોરડી ગામના પાટિયા પાસેથી આરોપી રાણા પાલા મોરી ઉ. વ. 27 નાસતો ફરતો હતો. જેના પગલે આરોપીની ધોરણસર અટક કરી રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.