પોરબંદર: અનલોક-4 ચાલી રહ્યું છે, હજુ સુધી શિક્ષણ કાર્ય શરૂ થશે કે નહિ તે નક્કી નથી. ઓનલાઇન શિક્ષણ અમુક ખાનગી શાળાઓમાં શરૂ કરવામાં આવ્યું છે. તેમાં પણ વાલીઓમાં ઘણો વિરોધ જોવા મળ્યો હતો. શિક્ષણ ફી સિવાયની કોઇ પણ ફી વાલીઓ પાસેથી શાળાના સંચાલકો દ્વારા ઉઘરાવવામા આવશે નહિ. તેમજ 3 માસની જ ફી લઇ શકાશે તેવો આદેશ કરવામાં આવ્યો છે. છતાં અનેક શાળાઓમાં 3 માસથી વધુ ફી ની ઉઘરાણી કરવામાં આવતા NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી ઉઘરાણી કરતી ખાનગી શાળાઓ સામે કડક પગલા ભરવા માંગ કરી હતી.
ખાનગી શાળાઓ દ્વારા ૩ મહિનાથી વધુ ફી માંગવા બાબતે પોરબંદર NSUI એ કરી ઉગ્ર રજૂઆત - પોરબંદર NSUI ના પ્રમુખ
પોરબંદર NSUI એ ખાનગી શાળાઓ દ્વારા ૩ મહિનાથી વધુ ફી માંગવા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી ઉઘરાણી કરતી ખાનગી શાળાઓ સામે કડક પગલા ભરવા માંગ કરી હતી.