ETV Bharat / state

Porbandar News : વિધાર્થીઓને સમયસર બસ નહિ મળતા પોરબંદર NSUI કાર્યકર્તાઓએ એસ.ટી બસોમાં લીંબુ-મરચા બાંધી કર્યો વિરોધ - એસટી બસ

એસટી બસોમાં શાળાકોલેજે જતાં વિદ્યાર્થીઓની પરેશાનીને લઇને પોરબંદર એનએસયુઆઈ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર એસટી ડેપો ખાતે ડેપો મેનેજરને લીંબુ મરચાં આપી નવતર વિરોધ અને સૂત્રોચ્ચારોને પગલે પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરવી પડી હતી.

Porbandar News : પોરબંદરમાં સમયસર એસટી બસ મળે તે માટે વિદ્યાર્થીઓ પરેશાન,પોરબંદર એનએસયુઆઈ મેદાનમાં ઊતરી

author img

By

Published : Aug 10, 2023, 9:00 PM IST

લીંબુ મરચાં આપી નવતર વિરોધ

પોરબંદર : પોરબંદરમાં વિદ્યાર્થીઓને સમયસર એસટી બસ ન મળતાં ભારે પરેશાની ઉઠાવવી પડી રહી છે. ત્યારે પોરબંદર એનએસયુઆઈ કાર્યકર્તાઓએ એસ.ટી બસોમાં લીંબુ મરચાં બાંધી નવતર વિરોધ દર્શાવી વધુ બસો ફાળવવા માગણી કરી છે. એસ.ટી ડેપો મેનેજરને લીંબુ-મરચા આપી વિરોધ વ્યક્ત કરવા સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા પોરબંદર એનએસયુઆઈના 15 જેટલા કાર્યકોરોની અટકાયત પણ કરવામાં આવી હતી.

પોરબંદર એસટી ડેપો મેનેજરને રજૂઆત : પોરબંદરના આજુબાજુના ગામડાઓમાંથી હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શહેરની શાળા-કોલેજમાં આવતા હોય છે,વિધાર્થીઓની રજૂઆતના પગલે આજે પોરબંદર એનએસયુઆઈના મહામંત્રી તથા કાર્યકર્તાઓની ટીમ પોરબંદર એસ ટી ડેપો મેનેજરને રજૂઆત કરવા પહોંચી હતી.

પોરબંદર-દેવરિયા-હર્ષદ રૂટ પર જે બસો ચાલે છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓના સમયપત્રક મુજબ હોતી હોય તે બસો અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ સમયસર ચાલે છે. બાકીનાં દિવસોમાં બ્રેક-ડાઉન હોય છે, પંચર હોય છે અથવા તો સમય પર પ્લેટફોર્મ પર આવતી નથી.. વિદ્યાર્થીઓની એવી પરિસ્થિતિ સર્જાય છે કે કોલેજમાંથી તો તે તેમના સમય પ્રમાણે નીકળી જાય છે પરંતુ તેમના ઘરે રાત્રે 8થી 9આસપાસ પહોંચે છે. જેમને લઇને તેમના પરિવારમાં પણ બધા ચિંતા કરતા હોય છે. આથી વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે...કિશન રાઠોડ (પોરબંદર એનએસયુઆઈ મહામંત્રી)

લીંબુ મરચાં ડેપોની બસોમાં લગાડો : પોરબંદર જિલ્લા NSUI કાર્યકર્તાઓ દ્વારા એસ.ટી ડેપો ખાતે વિરોધ દર્શાવતાં એસ.ટી ડેપો મેનેજરને લીંબુ-મરચા આપી આપણા ડેપોની બસોમાં લગાવો તેમ ટોણો પણ મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરી હતી કે પોરબંદર ડેપોની બસ ક્યારેય વ્યવસ્થિત હોતી નથી. કોઇની નજર લાગી હોય તેમ વારંવાર બ્રેકડાઉન થયા રાખે છે, જ્યારે કોઇ સરકારી કાર્યક્રમો હોય કોઇ મંત્રીઓના મોટા કાર્યકારો હોય તો તેમને સારી અને એક દિવસ અગાઉ બસો સારી હાલતમાં મોકલી આપવામાં આવે છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ અને મુસાફરોની વાત આવે તો તે લોકો પાસે પૈસા પણ વસૂલાય છે. વિદ્યાર્થીઓ પાસે બસ પાસ હોય છે તે પરંતુ છતાં તેમણે ખખડધજ બસોમાં બેસવું પડે છે, સમયસર તેમના નિર્ધારિત સ્થાન પર પહોંચી શકતા નથી.

વિદ્યાર્થીઓએ નારા લગાવ્યાં : આજે એનએસયુઆઈ કાર્યકર્તાઓએ વિદ્યાર્થી રુટ પર જે બસો ચાલે છે તેમાં લીંબુ-મરચા બાંધ્યા હતાં અને ડ્રાઇવરોને કહ્યું હતુ કે આપણી બસ સારી રીતે ચાલે અને કોઇની નજર લાગે નહી. સાથોસાથ વિદ્યાર્થીઓને સમયસર બસ ફાળવવા નારા લગાવ્યા હતા. પોલીસ દ્વારા એનએસયુઆઈના 15 જેટલા કાર્યકોરની ટીંગાટોળી કરી અટકાયત કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ,જયદીપ સોલંકી,સહિત કાર્યકરો જોડાયાં હતાં.

  1. Vadodara News: પાદરા એસટી ડેપોમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો હોબાળો
  2. Gujarat News: આવતીકાલથી શરૂ થઈ રહેલી માછીમારીની નવી સિઝનને લઈને બોટ માલિકો, માછીમારો અને ઉદ્યોગકારો છે ઘણા આશાવાદી
  3. Porbandar news: પોરબંદરની અભિલેખાગાર કચેરીમાં 15 હજારની કિંમતના કોમ્પ્યુટર CPUની ચોરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.