- અત્યાધુનિક સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ અનેક દર્દીઓને મદદરૂપ થશે
- ગોંડલ રમાનાથ ધામથી 6 એમ્બ્યુલન્સને સાંસદે પાલિકાઓને ફાળવણી કરી
- બીજા તબક્કામાં અન્ય 5 એમ્બ્યુલન્સ લાવવામાં આવશે
પોરબંદર: કોરોનાના કપરા કાળમાં દર્દીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી શકે તે માટે પોરબંદરના સાંસદ રમેશ ઘડુકના વિસ્તારમાં તેઓએ 11 એમ્બયુલન્સની ફાળવણી કરવાની જાહેરાત થોડા દિવસો પહેલા કરી હતી. જેમાં, આજરોજ શનિવારે 6 એમ્બયુલન્સ આવતા સાંસદ રમેશ ધડુકે ગોંડલના રમાનાથ ધામથી માતાજીના આશીર્વાદ લઈને લોકોની સેવામાં સમર્પિત કરી હતી.
આ પણ વાંચો: 'મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનમાં જોડાયું પોરબંદર જિલ્લાનું મોકર ગામ
પોરબંદર, કેશોદ, ઉપલેટા, ભાયાવદર, ગોંડલ, જેતપુર પાલીકાને એમ્બ્યુલન્સ અપાઈ
થોડા દિવસો પહેલા જ સાંસદ રમેશ ધડુકે પોતાની ગ્રાન્ટમાંથી કુલ 11 એમ્બયુલન્સ મંજુર કરાવેલી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને તેની કામગીરી પૂર્ણ કરી 6 એમ્બયુલન્સ નગરપાલિકાઓને સોંપવામાં આવી હતી. બાકી રહેતી અન્ય 5 એમ્બયુલન્સ નજીકના દિવસોમાં અન્ય વિસ્તારોમાં પહોંચતી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલની કોરોના મહામારીમાં સાંસદ રમેશ ધડુકે અંગત રસ દાખવી કોરોના દર્દીઓને લાભ મળે તેવા ઉદ્દેશ્યથી તાબડતોબ કામગીરી કરી હતી. સાંસદના વિસ્તારમાં આવતી નગરપાલિકાઓમાં પોરબંદર છાયા નગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, ઉપલેટા નગરપાલિકા, કેશોદ નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, જેતપુર નગરપાલિકાને અત્યાધુનિક સુવિધા સાથેની એમ્બયુલન્સ પાલિકાઓને ફાળવવામાં આવી છે.
આ પણ વાંચો: રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ત્રણ જિલ્લામાં વધુ ફાળવવા સાંસદ રમેશ ધડુકે કરી મુખ્યપ્રધાનને રજૂઆત