- ફેબીફ્લૂ ટેબલેટની કાળાબજારી કરતા શખ્સને ઝડપી પાડતી પોરબંદર LCB
- ફેબીફ્લૂની દવાની કાળાબજારી કરતા શખ્સ ઝડપાયો
- દવાની અછતનો આર્થિક રીતે ફાયદો ઉઠાવવા જતા ઝડપાયો શખ્સ
પોરબંદર: કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ફેબીફ્લૂની દવાની કાળાબજારી કરતા શખ્સની બાતમી પોરબંદર પોલિસને મળી હતી અને બોગસ ગ્રાહક મોકલી આ શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
ફેબીફ્લૂની દવાની કાળાબજારી
હાલ કોરોના કાળમાં દવાની અછત હોવાથી રૂપિયા બનાવી લેવાના ઇરાદે પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતા કરણગિરી ગોસ્વામીએ કોરોના સંક્રમિત દર્દીઓ માટે સારવાર આપતી ફેબીફ્લૂની ટેબલેટ વેચવાનું શરૂ કર્યું હતું પરંતુ તેની પાસે કોઈ પણ પ્રકારના લાઇસન્સ ન ધરાવતા હોવાથી પોરબંદર LCBને બાતમી મળતા બોગસ ગ્રાહક મોકલી આ શખ્સની ધરપકડ કરી હતી
શખ્સ પાસેથી ફેબીફ્લૂ ટેબલેટના જથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો
પોરબંદરમાં કોરોનાની સારવાર માટે ઉપયોગી દવા ફેબી ફ્લૂની કાળાબજારી કરતો શખ્સ મેડિકલમાંથી દવા લઈને દવાની મૂળકિમત 1224 રૂપિયા હોવા છતા ફેબીફ્લુ ટેબલેટનું 2700 રૂપિયામાં વેચાણ કરતો રંગે હાથ ઝડપાયો હતો. તેની પાસેથી પોલીસે ફેબીફ્લૂ ટેબલેટ નંગ 17 તથા રેડમી કંપનીનો એન્ડ્રોઇડ ફોન મળી કુલ 4224 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોરબંદર LCBની ટીમે આવા કાળાબજારી કરતા શખ્સથી બચવા લોકોને અપીલ કરી હતી અને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.