ETV Bharat / state

પોલીસ સિવિલ ડ્રેસમાં... આરોપી પોલીસ ડ્રેસમાં... અમરેલીમાં ખરો ખેલ - FAKE POLICEMAN CAUGHT

અમરેલીમાં એલસીબી દ્વારા નકલી પોલીસ બની ફરી રહેલા યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી યુનિફોર્મ, બેલ્ટ, શુઝ તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

એલસીબીએ ઝડપી પાડ્યો, યુનિફોર્મ સહિત મુદ્દામાલ જપ્ત
એલસીબીએ ઝડપી પાડ્યો, યુનિફોર્મ સહિત મુદ્દામાલ જપ્ત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2024, 5:19 PM IST

અમરેલી: નકલીનો વાવળ એવો ચાલ્યો છે કે છે ખરા ખરા ખેલ જોવા મળી રહ્યા છે. નકલી ડૉક્ટર, કચેરી, અધિકારી, જજ, નકલી હોસ્પિટલસ, નકલી ખાદ્ય વસ્તુઓ વગેરે વગેરે... બાદ હવે નકલી પોલીસ ઝડપાયો છે અને એમાંય જ્યારે તેને ઝડપવામાં આવ્યો ત્યારે આરોપી પોલીસ ડ્રેસમાં હતો અને પોલીસ સિવિલ ડ્રેસમાં હતી, જેને લઈને લોકોમાં પણ આ દ્રશ્ય ચર્ચાનું કારણ બન્યું હતું. અમરેલી જિલ્લામાં એલસીબી દ્વારા નકલી પોલીસ બની ફરી રહેલા યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. જિલ્લા એલસીબી દ્વારા રાહુલ વસાવા નામના તાપી જિલ્લાના વતની યુવકને પોલીસે ઝડપી લીધો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી ગુજરાત પોલીસનો યુનિફોર્મ, બેલ્ટ, શુઝ તેમજ અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

આ નકલી પોલીસ ઝડપાયો કેવી રીતે? ઘટના એમ બની હતી કે, એલસીબીના માણસો પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમરેલી શહેરમાં આવેલા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નકલી પોલીસ બની એક યુવક ધાક જમાવી રહ્યો છે તેવી માહિતી તેમને મળી હતી. આ મળેલી માહિતીના આધારે અમરેલી જિલ્લા એલસીબી દ્વારા યુવકને ઝડપી લેવામાં આવ્યો અને તેની પૂછપરછ કરતા નકલી પોલીસ હોવાનું સામે આવતા સીટી પોલીસને આરોપીને સોંપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી કુલ રૂપિયા 4000 નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

. આરોપી પાસેથી યુનિફોર્મ, બેલ્ટ, શુઝ તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો (Etv Bharat Gujarat)

31 વર્ષીય આરોપી ઉમેશ રાહુલભાઈ વસાવા: આમ, અમરેલી શહેરમાં નકલી પોલીસ સક્રિય બની છે, આ બાબતની માહિતી મળતા જ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરવામાં આવી હતી અને આખરે અમરેલી એલસીબી દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 31 વર્ષીય આરોપી ઉમેશ રાહુલભાઈ વસાવા તાપી જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેની સામે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.

એલસીબીએ ઝડપી પાડ્યો, યુનિફોર્મ સહિત મુદ્દામાલ જપ્ત
એલસીબીએ ઝડપી પાડ્યો, યુનિફોર્મ સહિત મુદ્દામાલ જપ્ત (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. વિદ્યાર્થીઓના માથે ભાર ! દિવાળી વેકેશન છતાં શાળાઓએ શૈક્ષણિક કાર્ય શરુ કર્યું, વિભાગે નોટિસ ફટકારી
  2. જમીનનો બારોબાર સોદો!, કચ્છમાં 2 લોકો પર નકલી દસ્તાવેજ બનાવી જમીન વેચી નાખવાનો આરોપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.