પોરબંદર: ખીજડી પ્લોટ ખાતે નવા ગાર્ડનમાં બની રહેલ શૌચાલય છેલ્લા બે માસથી વિવાદનું કારણ બન્યું છે. આ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટે શૌચાલય મુદ્દે સ્ટે આપવામાં આવ્યો છે છતાં પાલિકા દ્વારા કામગીરી શરૂ કરતા સ્થાનિકો રોષે ભરાયા અને નગર પાલિકાની ઓફિસે રજૂઆત અર્થે દોડી ગયા હતા.
21મી સપ્ટેમ્બર સુધી બાંધકામ ન કરવાનો આદેશઃ ખીજડા પ્લોટના ગાર્ડનનું આ શૌચાલય ભાજપના યુવા પ્રમુખના ઘર સામે બની રહ્યું છે. જેનો વિરોધ ભાજપ પ્રમુખ ઉપરાંત સ્થાનિકો કરી રહ્યા છે.બે મહિનાથી ચાલતા આ વિવાદમાં યુવા ભાજપ પ્રમુખ સાગર મોદી એ નગરપાલિકામાં શૌચાલયનું સ્થળ બદલવા અનેક રજૂઆત કરી છે. આ ઉપરાંત ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શૌચાલય યથાવત રાખવા આદેશ કરાયો હતો. કલેકટર અને પ્રાદેશિક કમિશનર સાથે રહેવા જણાવ્યું હતું. પાલિકાએ કામગીરી શરૂ કરતા સ્થાનિકો એ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઇકોર્ટે અગામી 21મી સપ્ટેમ્બર સુધી કોઈ કામગીરી ન કરવા આદેશ આપ્યો છે.
હાઈકોર્ટનો સ્ટે શૌચાલયની કામગીરી ન કરવા બાબતનો છે જ્યારે આજે જે કામગીરી કરવામાં આવી તે કંપાઉન્ડવોલની કામગીરી કરાઈ રહી છે. સ્વભંડોળના ખર્ચે આ કામગીરી થઈ રહી છે... ગૌરાંગ પટેલ(ચીફ ઓફિસર, પોરબંદર નગર પાલિકા)
પાલિકા પ્રમુખ અને યુવા પ્રમુખ વચ્ચે ચકમકઃ ગાર્ડનની કામગીરી અંતર્ગત આજે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ શરૂ કરાતા સ્થાનિકો ભેગા થઇ ગયા હતા. જેમાં મોટો હોબાળો મચી ગયો હતો. પાલિકા પ્રમુખ સરજુ કારીયા અને સાગર મોદી વચ્ચે ચકમક જરી હતી. આ બાદ સાગર મોદી સ્થાનિકો સાથે પોરબંદર પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. સરજુ કારીયા ટસના મસ ન થતા ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસી રહ્યા હતા.સાગર મોદીએ ચીફ ઓફિસરને હાઈકોર્ટમાં કેસ હોવા છતાં કામગીરી કેમ થઈ રહી છે તેવા સવાલો કર્યા હતા.
આ શૌચાલય બાબતે તા. 16-7-2023થી વિવાદ ચાલી રહ્યો છે. ઘરની સામે શૌચાલય ન હોય તે મુદ્દાને લઈ અમે હાઇકોર્ટમાં ગયા છીએ અને પ્રાદેશિક કમિશનરે એક કમિટિ બનાવવાનો નિર્ણય લીધેલ. આકમિટિ એક જ દિવસે એક જ સ્થળ પર ઉપસ્થિત રહી તમામ લોકોનો અભિપ્રાય લઈ કમિશનરને વિગત આપે તેઓ નિર્ણય લેવાયો છે, પરંતુ હજુ સુધી કમિટિનું કોઈ કાર્ય કરવામા આવ્યું નથી. ગાર્ડનમાં શૌચાલયનું સ્થળ બદલવાની માંગ અમે કરી છે જેથી રહેવાસીઓને તકલીફ ન થાય...સાગર મોદી(પ્રમુખ, ભાજપ યુવા મોરચો,પોરબંદર)