રવિવારે રાધારમણ દેવ વહીવટી સમીતીની ચુંટણી યોજાઈ હતી. આ દરમિયાન પોલીસે પત્રકારોને કવરેજ કરતાં અટકાવ્યા હતા. એટલુ જ નહીં પોલીસે કેમેરામેન ઉપર લાઠીચાર્જ કર્યો હતો. જેથી તેમના કેમેરા અને લાઇવકીટને નુકશાન થયુ હતું. આ ઘટનાના મીડિયા જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રાજ્યભરમાં માધ્યમકર્મીઓએ ઘટનાને વખોડી છે. ઠેર-ઠેર આવેદનપત્ર અપાઈ રહ્યા છે. સોમવારે પોરબંદરનાં પત્રકારોઓએ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ. પત્રકારો પર દમન ગુજારનારા પોલીસ કર્મીઓ સામે કડક પગલા ભરવાની માગ કરવામાં આવી છે.
જુનાગઢમાં પત્રકારો પર પોલીસ દમનના વિરોધમાં પોરબંદરના પત્રકારોમાં આક્રોશ
પોરબંદરઃ જુનાગઢમાં રાધારમણદેવ વહીવટી કમીટીની ચુંટણી દરિમયાન પોલીસે પત્રકારો પર લાઠીચાર્જ કર્યો હતો. જેના વિરોધમાં પોરબંદરનાં મીડિયા કર્મીઓએ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કસૂરવારો સામે પગલા ભરવાની માગ કરી છે.