કુતિયાણા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વાડી વિસ્તારના લોકોને પીવાના પાણીને લીધે મુશ્કેલી સર્જાય રહી છે. કુતિયાણા નજીક નાહામદપરા, હેલબેલી, ગોકરણ, માલણકા, ઉજડ અને થેપડા સહીત અનેક વિસ્તારમાં પાણીની તંગી જોવા મળી રહી છે. વરસાદ ઓછો હોવાને કારણે નદી, નળ, કૂવા, બોર,સહીતના જળાશયો ખાલી જોવા મળી રહ્યા છે.
જિલ્લામાં નહીવત વરસાદને કારણે વાડી વિસ્તાર મોટા પ્રમાણમાં વસવાટ કરતા લોકોને પશુ હોવાને કારણે પાણીની વધુ જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ પાણીના અભાવે ખેડૂતો બળદ ગાડા લઇને શહેર વિસ્તારમાં પાણી માટે વલખા મારી રહ્યા છે. હજુ ઉનાળો શરૂ થયો છે તેની સાથે જ પાણીની તંગી જોવા મળી રહે છે. ત્યારે પીવાનું પાણી ન હોવાના કારણે વિસ્તાર લોકોને પાંચ થી સાત કિલોમીટર સુધી દૂર દૂર સુધી ભટકવું પડે છે