પોરબંદર: જિલ્લામાં શિક્ષકો કોરોના મહામારી તથા લોકડાઉનની સ્થિતિમાં સરકારના નિયમોના પાલન સાથે ધો.12 સામાન્ય પ્રવાહના પેપર ચેક કરી રહ્યા છે. કોરોના મહામારી લોકડાઉનની સ્થિતિએ બોર્ડની ગાઇડ લાઇન તથા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન મુજબ શિક્ષકો પેપર ચેકીંગ આવતાની સાથેજ હાથ સેનેટાઇઝરથી સાફ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળાનું સેવન કરે છે, ક્લાસમાં પેપર ચેકીંગ દરમિયાન શિક્ષકો આપસમાં સામાજિક અંતર રાખે છે તથા માસ્ક પહેરીને પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
જિલ્લા શિક્ષણાધિકારી કે. વી. મીયાણીએ જણાવ્યું હતું કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહના પેપર ચેકીંગનું કાર્ય પોરબંદરની બાલુબા કન્યા વિધાલય, કે.બી. જોષી કન્યા વિધાલય તથા રાણાવાવની મજેઠીયા હાઇસ્કૂલમાં શિક્ષકો લોકડાઉનમાં સરકારની સુચના મુજબ તકેદારીના પગલા સાથે પેપર ચેક થાય છે. પોરબંદરની બાલુબા કન્યા વિધાલયમાં 55 જેટલા શિક્ષકો 10 વહિવટી સ્ટાફ તથા 2 પોલીસ જવાનની ઉપસ્થિતિમાં પેપર ચેક કરવામાં આવી રહ્યાં છે.
શાળાના આચાર્યશ્રી અરૂણાબહેન મારૂએ જણાવ્યું હતું કે, પેપર ચેંકીંગ દરમિયાન શાળામાં કોરોના મહામારી સંદર્ભે સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે છે. પેપર ચેકીંગ બાદ નગરપાલિકાની ટીમ દ્રારા રોજ શાળાને સેનેટાઇઝ કરવામાં આવે છે. શિક્ષક આર.એલ વાઘડા તથા શિક્ષીકા વીણાબેન પટોડીયાએ જણાવ્યું હતું કે, અમે તારીખ 18મી થી દરરોજ સવારે 8થી બપોરે 3 વાગા સુધી ધો.12 સમાન્ય પ્રવાહના પેપર ચેકીંગ માટે હાજર રહીએ છીએ. સવારે શાળામાં પ્રવેશતા સૌપ્રથમ સરકારની સુચના મુજબ હાથને સેનેટાઇઝ કરીએ છીએ, માસ્ક પહેરીએ છે.
શિક્ષકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ગરમ ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. ડોકટર ટીમ દ્રારા શિક્ષકોના ઓરોગ્યની તપાસણી/ સ્ક્રીનીંગ પણ કરવામાં આવે છે તથા શિક્ષકો આપસમાં સમાજિક અંતર રાખે છે. પેપર ચેંકીંગ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા શિક્ષકોને પાસ ફાળવવામાં આવ્યાં છે. પોરબંદર જિલ્લામાં શિક્ષકો કોરોના મહામારી તથા લોકડાઉનની સ્થિતિેએ પોતાની ફરજ બજાવવાની સાથે સરકાર દ્રારા જાહેર કરાયેલ સુચનાઓનું પાલન કરીને પોતાનું કર્તવ્ય બજાવી રહ્યાં છે.