ETV Bharat / state

પોરબંદરના બે પ્રકૃતિપ્રેમીઓ મિત્રો કે સ્વજનોના જન્મદિવસે ભેટમાં આપે છે ચકલીના માળા - porbnadar news

પોરબંદરના આ બે પર્યાવરણ પ્રેમીઓ પરિવારના અને શુભેચ્છકોના જન્મદિવસે કરે છે ચકલીના માળાઓનું વિતરણ. તેમના માટે મહિનાના ત્રિસેય દિવસ પર્યાવરણ દિવસ છે.

ટેરેસ ગાર્ડનમાં 175 જેટલા જુદા જુદા પ્લાન્ટ્સ

author img

By

Published : Jun 5, 2020, 8:50 PM IST

પોરબંદર: આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે લોકો વૃક્ષો વાવતા હોય છે. ત્યારે પોરબંદરના રાણાવાવમાં રહેતા નીમિષાબેન જોષી તથા રાજપરા કિશોરભાઇ માટે મહિનાના ત્રિસેય દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ છે.

પરિવારમાં પ્રસંગ હોય કે કોઇના જન્મ દિવસની ઉજવણી હોય ત્યારે નીમિષાબેન પર્યાવરણ પ્રેમીઓને ચકલીના માળા તથા પતરાના ડબ્બામાંથી બનાવેલા બર્ડ ફીડર વિતરણ કરીને જન્મદિવસ કે પ્રસંગની ઉજવણી કરે છે.

ટેરેસ ગાર્ડનમાં 175 જેટલા જુદા જુદા પ્લાન્ટ્સ
ટેરેસ ગાર્ડનમાં 175 જેટલા જુદા જુદા પ્લાન્ટ્સ

વૃક્ષો ધરતીનું આભૂષણ છે. દરેક વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછુ એક વૃક્ષ વાવી પર્યાવરણનું જતન કરવુ જોઇએ. માણસ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે. આપણે ત્યા વર્ષોથી વૃક્ષોની, પશુ પક્ષીઓની પુજા અર્ચના કરવામાં આવતી હોવાનું જોવા મળતુ હોય છે. વૃક્ષો અને પક્ષીઓનું જતન થાય તે માટે રાજ્ય સરકાર પણ હંમેશા પ્રયત્નશીલ રહે છે. જુદી જુદી સંસ્થાઓ પણ પર્યાવરણલક્ષી કામગીરી કરતી હોય છે. રાણાવાવ કોર્ટમાં નોકરી કરતા પર્યાવરણ પ્રેમી નીમિષાબેન જોષીએ કહ્યુ કે, પાચ વર્ષ પહેલા ફેસબુકમાં મે વન પર્યાવરણ તથા પ્રકૃતિ માટે કામ કરતા ગૃપ જોયા અને પર્યાવરણ માટે કઇક કરવાની મને પ્રેરણા મળી.

પરિવારના અને શુભેચ્છકોના જન્મદિવસે કરે છે ચકલીના માળાઓનું વિતરણ

છેલ્લા પાંચ વર્ષથી અમારા ઘરમાં કોઇનો જન્મદિવસ હોય, કોઇ પ્રસંગ હોય તો હું લોકોને ચકલીના માળા વિતરણ કરૂ છું. વૃક્ષોના છોડ આપુ છું તથા જાતે પણ વાવીને તેની માવજત કરૂ છું. હું લોકોને પણ અપીલ કરૂ છું કે, વૃક્ષો વાવીને તેનુ જતન કરવુ જોઇએ. 79 વર્ષિય રાજપરા કિશોરભાઇએ કહ્યુ કે, માણસે નિવૃતિ પછી પણ કાર્યશીલ રહેવુ જોઇએ. મારે ઘરે ટેરેસ ગાર્ડનમાં 175 જેટલા જુદા જુદા પ્લાન્ટ્સ છે. તેની હું દરરોજ માવજત કરવાની સાથે લોકોને પણ પ્રેરણા આપુ છુ કે, વૃક્ષો વાવવા જોઇએ અને તેનું જતન કરવુ જોઇએ. અગાસી પર પાણીના કુંડા મુકી પક્ષીઓને મદદરૂપ થવુ જોઇએ. ચકલીના માળા મુકવા જોઇએ. પર્યાવરણ આપણા જીવન સાથે જોડાયેલું છે. તેની સંભાળ રાખવી એ આપણી નૈતિક જવાબદારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.