પોરબંદર: શહેરમાં ગઈ કાલે વિવિધ સરકારી કચેરીના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા રામધૂન બોલાવી હતી. આ સભામાં રાજ્યના સહ સંગઠન મંત્રી પરેશભાઈ પટેલ, ગીર સોમનાથ થી રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યના પ્રાંત ઉપાધ્યક્ષ દેવાયતભાઈ ભોળા વગેરેનું સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવેલ હતું.
ખાદીની ટોપી પહેરી કર્મચારીઓ કાર્યક્રમમાં જોડાયા: સૌ કર્મચારીઓ ખાદીની ટોપી પહેરી કાર્યક્રમમાં જોડાયા હતા. સૌએ જન્મ ભૂમિની માટીનું તિલક કરી જૂની પેન્શન યોજના લાગું કરવા શપથ લીધા હતા. કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને વિવિધ કચેરીઓમાં કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ જિલ્લાના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ, સંગઠન મંત્રી, મહામંત્રી અને કારોબારી સભ્યો અને શિક્ષકોએ પણ હાજરી આપી હતી.
આ લોકો રહ્યા હાજર: કાર્યક્રમને સફળ બનાવવા મયુરસિંહ રાઠોડ સયોજક, હમીરભાઈ મોઢવાડીયા સહસંયોજક, માર્ગદર્શક હિતેશભાઈ દુધરેજીયા, રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદરના સંજયભાઈ કોઠારી, વેજાભાઈ કોડિયાતર, લાખાભાઈ સુંડાવદરા, નીમુબેન સાદિયા, મનસુખભાઈ સોલંકી, મનોજભાઈ પટેલ, દેવરાજભાઈ, તેમજ ત્રણેય તાલુકાના અધ્યક્ષ ડૉ. સોનલબેન અમૃતિયા પોરબંદર, રમેશભાઈ ઓડેદરા રાણાવાવ અને ખીમાનંદભાઈ ઓડેદરા હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદરના સંગઠન મંત્રી મયુરસિંહ રાઠોડ કરેલું હતું.
ભૂપેન્દ્ર પટેલ પોરબંદર કીર્તિમંદિર ખાતે: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહાત્મા ગાંધીની 155 મી જન્મ જયંતીએ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી હતી. મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભામાં સહભાગી થતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહાત્મા ગાંધીજીને પ્રિય એવું સ્વચ્છતાનું કાર્ય દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિશા દર્શનમાં થયું છે