ETV Bharat / state

રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રક્રિયામાં પોરબંદર જિલ્લો બીજા ક્રમાંકે

ભારતમાં કોરોનાની વેક્સિન શોધાયા બાદ લોકો અને સરકારે રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે વેક્સિન લોકો સુધી ઝડપી પહોંચે તે હેતુથી આરોગ્ય વિભાગની ટીમ કમર કસી રહી છે અને 16 જાન્યુઆરીથી અલગ-અલગ જિલ્લામાં વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં 21 જાન્યુઆરીના રોજ થયેલા વેક્સિનની કામગીરીમાં પોરબંદર જિલ્લો બીજા ક્રમાંકે રહ્યો હતો અને પ્રથમ ક્રમાંક ડાંગ જિલ્લાને મળ્યો હતો.

રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રક્રિયામાં પોરબંદર જિલ્લો બીજા ક્રમાંકે
રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રક્રિયામાં પોરબંદર જિલ્લો બીજા ક્રમાંકે
author img

By

Published : Jan 24, 2021, 6:56 PM IST

  • રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રક્રિયામાં પોરબંદર જિલ્લો બીજા ક્રમાંકે
  • અન્ય મોટા જિલ્લાઓની સરખામણીમાં પોરબંદરમાં કોરોના કેસની સંખ્યા પણ ઓછી
  • વેક્સિનેશન ની ઝડપી પ્રક્રિયામાં પોરબંદર જિલ્લાની ટકાવારી 15 ટકા
  • આરોગ્ય કર્મચારીઓની મહેનત સફળ

પોરબંદર દેશભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અને આ કોરોનાના કારણે અનેક સામજિક અને આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરી રહેલ લોકો આ રોગમાંથી મુક્ત થવાની આશા રાખી ને બેઠા હતા, ત્યારે ભારતમાં બે કંપની દ્વારા વેક્સિન શોધાયા બાદ લોકો અને સરકારે રાહતનો શ્વાસ લીધો છે. વેક્સિન લોકો સુધી ઝડપી પહોંચે તે હેતુથી આરોગ્ય વિભાગની ટીમ કમર કસી રહી છે અને 16 જાન્યુઆરીથી અલગ-અલગ જિલ્લામાં વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં 21 જાન્યુઆરીના રોજ થયેલા વેક્સિનની કામગીરીમાં પોરબંદર જિલ્લો બીજા ક્રમાંકે રહ્યો હતો અને પ્રથમ ક્રમાંક ડાંગ જિલ્લાને મળ્યો હતો.

રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રક્રિયામાં પોરબંદર જિલ્લો બીજા ક્રમાંકે

વેક્સિનેસન માટે અલગ-અલગ સ્થળો પર સ્પેશિયલ ડ્રાઈવ યોજાય છે

પોરબંદરમાં કોરોના વેક્સિનેસ માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને વધુમાં વધુ લોકોને વેક્સિન મળી રહે તે માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજાય છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યાં મુજબ 22 જાન્યુઆરીના રોજ અલગ-અલગ 6 સ્થળો પર સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર જિલ્લાના માહિયારી, ખાગેશ્રી, માધવપુર અને અદિત્યાણા પર આરોગ્ય વિભાગ દ્વારા 36.36 ટકા જેટલું વેક્સિનેસનની કામગીરી હાથ ધરાઈ હતી.

પોરબંદરમાં કોરોના કેસના આંકડામાં ઘટાડો નોંધાયો

આમતો પોરબંદર જિલ્લામાં પહેલેથી અમદાવાદ અને રાજકોટની સરખામણીમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો વર્તાયો છે. છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસ 0 પણ આવ્યા છે. આજરોજ 22 જાન્યુઆરીના રોજ પોરબંદરમાં એક કેસ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં ટોટલ કોરોના પોઝિટિવ કેસ 957 થયા છે. અત્યાર સુધીમાં કુલ 937 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં પોરબંદર ખાતે 58 અને અન્ય જિલ્લા અને રાજ્ય ખાતે 45 મળી કુલ 103 લોકોના કોરોનાના કારણે મોત થયા છે તથા આજની સ્થિતિએ કુલ 23 દર્દીઓ એક્ટિવ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.