- પોરબંદર જિલ્લા NSUI એ જિલ્લા શિક્ષણ અધિકારીને ફૂટબોલ ગીફ્ટમાં આપી
- LC કઢાવવા માટે તકલીફો વેઠી રહ્યા છે વાલીઓ
- ફી બાબતે NSUI એ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી
પોરબંદર : હાલ નવા સત્રની શરૂઆત થઇ ગઇ છે તો હજુ કોરોના કાળમાંથી રાજ્ય બહાર આવ્યું પણ નથી છતા પણ ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાણી ચાલુ કરી દેવાવામાં આવી છે. હજુ શાળાઓ ખુલ્લી નથી છતા પણ વાલીઓને કોઇ પણ બહાને શાળાએ બોલાવી ત્રણ કે છ માસની ફી ઉઘરાણી કરવામાં આવી રહી છે.
શિક્ષણ અધિકારી કચેરીથી પરિપત્ર જાહેર કરાયો
આ બાબતે વાલીઓની રજૂઆતને પગલે પોરબંદર NSUI (National Students Union of India )એ જિલ્લા શિક્ષણ અધિકારી રજૂઆત કરી હતી.જે બાદ આ બાબતે શિક્ષણ અધિકારી કચેરીથી પરિપત્ર પણ બધી શાળાઓમાં જાહેર કરવામાં આવ્યો હતો.જેમા ઉલેખ્ખ કરવામાં આવ્યું હતું કે, કોઇ પણ વાલી પર ફીને લઇને દબાણ કરવામાં નહીં આવે, કોઇ પણ વિદ્યાર્થીનું પરિણામ કે LC રોકવામા નહીં આવે.જોકે છતા પણ પોરબંદરમા હજુ પણ વાલીઓ LC કઢાવવા માટે તકલીફો વેઠી રહ્યા છે .
આ પણ વાંચો : Illegal Conversion: આખા દેશમાંથી 450 લોકો UP STFના રડાર પર
વાલીઓની હાલત ફૂટબોલ જેવી
પોરબંદર જિલ્લા NSUI દ્વારા નવતર ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ કરાયો હતો. જેમા NSUIના તમામ સભ્યોએ મોઢા પર પટ્ટી બાંધી મૂંગા રહી શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી કે, અમે વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવીએ છીએ, રાડો પાડવા માટે નહી. આજે વાલીઓની સ્થિતિ આ સરકારે અને શિક્ષણ માફીયાઓએ ફૂટબોલ જેવી કરી દીધી છે.
આ પણ વાંચો : Tokyo Olympics માટે Maana Patel ભારતની ક્વોલિફાઈ થનારી પહેલી સ્વીમર બની
ઉગ્ર કાર્યક્રમો વાલીઓને સાથે રાખીને કરાશે
જે બાદ પોરબંદર જિલ્લા NSUI એ DEO ને ફૂટબોલ ગીફટ આપી હતી. હાલ શિક્ષણ અધિકારીની કચેરીનું નામ બદલી શિક્ષણ માફીયાઓની રક્ષક કચેરીઓ કરી નાખો તેવું પણ કહ્યું હતું. અંગે જિલ્લા પ્રમુખ કિશન રાઠોડે જણાવ્યું હતું વધુમાં કહ્યું કે, પોતાના પરિપત્ર જાહેર કરવા છતા પણ વાલીઓ હેરાન પરેશાન થાય છે. સરકાર પાસે 50 ટકા ફીની માગણી પણ પોરબંદર જિલ્લા NSUI એ કરી હતી.આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો વાલીઓને સાથે રાખીને કરાશે તેવી ચીમકી પણ આપી હતી.