ETV Bharat / state

Porbandar Crime News : ગાંધીના જન્મસ્થળ પરથી પકડેલા દેશી વિદેશી દારુ પર પોલીસે ફેરવી નાખ્યું બુલડોઝર - પોરબંદરમાં દારૂના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવ્યું

પોરબંદર પોલીસ વિભાગ દ્વારા પકડેલા દેશી અને વિદેશી દારુ પર બુલડોઝર ફેરવી નાખ્યું છે. જિલ્લાના 4 પોલીસમાંથી 436 ઈંગ્લીશ બોટલ અને 4348 લીટર દેશી દારૂનો નાશ કર્યો છે. તેમજ દારુને લઈને પોલીસે લોકોને અપીલ કરી છે.

Porbandar News : ગાંધીના જન્મસ્થળ પરથી પકડેલા દેશી વિદેશી દારુ પર પોલીસે ફેરવી નાખ્યું બુલડોઝર

author img

By

Published : May 26, 2023, 3:45 PM IST

પોરબંદરમાં દારુનો નાશ કર્યો પોલીસે

પોરબંદર : એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે બીજી બાજુ મોટી માત્રામાં દારૂ પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવે છે. પોરબંદર જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન માધવપુર, નવીબંદર, મિયાણી અને બગવદરમાંથી પ્રોહિબિશનના પડાયેલા દેશી અને વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી, નશાબંધી, આબકારી વિભાગના અધિકારી, Dysp ગ્રામ્ય અને ચાર પોલીસ સ્ટેશનના PSI એ ઉપસ્થિત રહી ઝડપાયેલા દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાખ્યું છે.

કેટલો દારુ કર્યો નાશ : બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 ગુનામાં પકડાયેલો ઈંગ્લીશ દારૂની કુલ બોટલ 301 જેની કિંમત 1,02,925 અને 179 ગુનામાં દેશી દારૂ 2,559 લીટર જેની કિંમત 51,360 રૂપિયા થાય છે. માધવપુર પોલીસ સ્ટેશનમાંથી 3 ગુનામાં ઝડપાયેલો ઈંગ્લીશ દારૂની કુલ 52 બોટલો જેની કિંમત રૂપિયા 16,200 થાય છે. 70 નંગ બીયર ટીન તેની કિંમત 7000 અને 71 ગુનામાં પકડાયેલા 947 લીટર દેશી દારૂ તેની કિંમત 18940 તેમજ પરપ્રાંતીય ઢાંકણા વગરની બોટલ 11 નંગ કિંમત 3300 થાય છે. આ ઉપરાંત નવીબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 ગુનામાં ઝડપાયેલી 22 બોટલ ઈંગ્લીશ દારૂ કિંમત 6600 રૂપિયા, 97 ગુનામાં દેશી દારૂ 71 લીટર કિંમત રૂપિયા 9420નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે કુલ ઈંગ્લીશ 436 બોટલ કિંમત 1,55,600નો મુદામાલ અને કુલ 4,348 લીટર કિંમત 84,960 પ્રોહિબિશનનો મુદામાલ કોર્ટના હુકમ અનનવે નાશ કરાયો હતો.

દારૂના જથ્થાનો આજે ઇન્દિરા નગર ખાતે નાશ કરવામાં આવેલો છે, ત્યારે લોકોને અપીલ છે કે દારૂ કુટુંબ અને પરિવાર સહીત સ્વાસ્થ્યને નુકસાન કરે છે. દારૂથી દૂર રહે અને દારૂના ધંધા ચાલતા હોય તો તાત્કાલીકે પોલીસને જાણ કરે અને દારૂનું દૂષણ ડામવા પોલીસને મદદ કરે. - સુરજિત મહેડુ (Dysp)

કામગીરીમાં રોકાયેલા સ્ટાફ : આ સમગ્ર પ્રોહિબિશન મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહીમાં ડિવિઝનલ મેજિસ્ટ્રેટ Dysp પોરબંદર ગ્રામ્ય તેમજ નવીબંદર, માધવપુર, મિયાણી અને માધવપુર પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ તેમજ સ્ટાફ રોકાયેલા હતા.

Ahmedabad News : એએમટીએસ બસ ટાંક કોન્ટ્રાક્ટરનો બસ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

Ahmedabad Crime : AMCના પાર્કિંગ બન્યું દારૂનું ગોડાઉન, મહિને માત્ર 2 હજારમાં જગ્યા રાખતા ભાડે

Vadodara Crime : વડોદરામાં મહાઠગ હર્ષિલ લીંબચીયા દારૂ પીતો હતો ને ઘર બહાર પોલીસ જાપ્તો તૈનાત, પેરોલ પર જલસાની નવી વાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.