પોરબંદર : પોરબંદરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા કોંગ્રેસી અગ્રણી રામદેવ મોઢવાડિયાને મોબાઈલ ફોન પર એક શખ્સ ગાળો બોલી ધમકી આપી છે. આ બનાવમાં જોઈ લેવાની ધમકી આપનાર જામનગરના શખ્સ સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
26 એપ્રિલે આવ્યો જામનગરના શખ્સનો કોલ : પોરબંદરના જાણીતા સામાજિક કાર્યકર અને કોંગ્રેસ અગ્રણી રામદેવ મોઢવાડિયાએ પોતાને ફોન પર ધમકી આપનાર જામનગર રહેતા વિપુલ મુરૂભાઈ કેશવાલા નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રામદેભાઈ પોતાની ઈનોવા કારમાં તા. 26 એપ્રિલના રોજ જૂનાગઢથી પોરબંદર આવી રહ્યા હતાં ત્યારે આ ઘટના બની હતી.
આ પણ વાંચો પોરબંદરમાં ફિસરીઝ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની રેતી ચોરી મામલે કોંગ્રેસ દ્વારા CBI તપાસની માગ
વિપુલ મુરૂભાઈ કેશવાલાનો ફોન : રામદેવ મોઢવાડિયાએ ફરિયાદમાં જણાવ્યું છે તેમ તેમની સાથે મનસુખભાઈ બી. જોષી, પોલીસ કમાન્ડો રોહિતસિંહ એમ. સોલંકી તથા કારના ડ્રાઈવર ભરત મેણંદભાઈ ગોઢાણીયા પણ કારમાં હતા. એ દરમિયાન જામનગર શહેરમાં સાંઢીયાપુલ પાસે, સુમરા નગર સીમ વિસ્તારમાં રહેતા વિપુલ મુરૂભાઈ કેશવાલા નામના શખ્સનો રામદેવભાઈના મોબાઈલ પર કોલ આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે તમારા સંબંધી અશોક પરબત રાજ શાખા સાથે મારે ધંધાના હિસાબની તમે કંઈ પતાવટ કરી આપતા નથી. જેને લઈને રામદેવ મોઢવાડિયાએ જવાબ આપ્યો હતો એક જ્ઞાતિના મધ્યસ્થી નીતિન મુકેશ વાલા સાથે વાત કરો. ત્યારે વિપુલે તોછડી ભાષામાં વાત કરી અને નીતિન કેશવાલા તમારી સાથે વાત નહીં કરે અને જેમ તેમ બોલતા રામદેવ મોઢવાડિયાએ ફોન કાપી નાખ્યો હતો.
અજાણ્યા નંબરથી ફરી ફોન આવ્યો : રામદેવ મોઢવાડિયા પોતાના ઘરે પહોંચ્યા ત્યાર બાદ રાત્રે 10 વાગ્યા બાદ ફરીથી વિપુલનો 1 અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. મારો નંબર કેમ બ્લોક કરી દીધો છે તું ઘરની બહાર નીકળ તેમ કહેતા તે જ સમયે રામદેવ મોઢવાડિયા પોલીસ કંટ્રોલમાં ફોન કરી આ અંગે જાણ કરી હતી.
આ પણ વાંચો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરીને સોશિયલ મીડિયા પર મારી નાખવાની ધમકી મળી
કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી : વિપુલે ફોન કરી રામદેવ મોઢવાડિયાને ઘરની બહાર નીકળવા જણાવ્યું હતું અને ઘરની બહાર નીકળતાને જોઈ લઈશ તેમ કહ્યું હતુઁ આથી વિપુલ વિરુદ્ધ રામદેવ મોઢવાડિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આઈપીસી કલમ 506( 1) તથા 507 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું કહે છે રામદેવ મોઢવાડિયા? : ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના નાના ભાઈ અને કોંગ્રેસ અગ્રણી રામદેવ મોઢવાડિયાએ આ બાબતે જણાવ્યું હતું કે તે અશોક પરબત રાજશાખા સાથે વિપુલને હિસાબ કિતાબ બાકી હતો અને હું અશોકને બેકિંગ આપતો હોય એવું માની વિપુલ કેશવાલાએ હિસાબ બાબતે અનેકવાર મને ફોનમાં અપ શબ્દો કહ્યાં હતાં આથી તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.