પોરબંદરઃ સોમવાર 31 ઓગસ્ટના રોજ કોરોનાના 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 455 કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત 2 કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થતા પોરબંદર જિલ્લામાં કોરોનાને કારણે કુલ 37 લોકોના મોત થયા છે.
પોરબંદર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 455
- કુલ સક્રિય કેસ - 46
- કુલ ડિસ્ચાર્જ - 372
- કુલ મૃત્યુ - 37
પોરબંદર જિલ્લામાં સોમવારના રોજ 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. પોરબંદરમાં હાલ કોરોનાના કુલ 46 એક્ટિવ કેસ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 22, કોવિડ કેર સેન્ટર ખાતે 1, અન્ય જિલ્લા રાજ્યમાં 14, હોમ આઇસોલેશનમાં 3 અને અન્ય જિલ્લામાં હોમ આઇસોલેશન હોય તેવા 0 દર્દી સામેલ છે. જ્યારે સ્ટેટસ પેન્ડીંગ રિપોર્ટ દર્દીની સંખ્યા 06 છે.