પોરબંદર: ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં હિંસક સીમાઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. આ બનાવને પગલે સમગ્ર દેશમાં ચીન પ્રત્યે રોષ ભભૂકી રહ્યો છે ત્યારે શહીદો અને તેમના પરિવારજનો માટે સહાનુભૂતિ સાથે ઠેરઠેર શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
ત્યારે પોરબંદર જિલ્લામાં પણ શહીદ જવાનો ને કોંગ્રેસના કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પોરબંદર બસ સ્ટેન્ડ પાસે આવેલા નાગર્જુન સિસોદિયા પાર્કમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને મૌન પાળી શહીદોને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.