પોરબંદર : કોસ્ટલ સિક્યુરિટી વિષય પર આજે પોરબંદર કોસ્ટગાર્ડ એન્કલેવ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્યના પોલીસ વિભાગના વડા વિકાસ સહાય અને કોસ્ટગાર્ડના ઇન્સ્પેક્ટર જનરલ હર બોલા સહિત દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા. કોસ્ટલ વિસ્તારમાં આવેલા સુરક્ષા એજન્સીઓના અધિકારીમાં સંકલન તેમજ દરિયાઈ સિક્યુરિટી મજબૂત બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મિટિંગ બાદ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કેટલીક અગત્યની માહિતી આપી હતી.
શું છે સમગ્ર મામલો : થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજ્યના દરિયાઈ કિનારાના સ્ટે હોલ્ડર્સ અને વરિષ્ઠ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં રાજ્યના મુખ્યપ્રધાન તેમજ ગૃહપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય બાબત એ હતી કે, દરિયાઈ વિસ્તારમાં અનેક સ્ટેક હોલ્ડર્સ છે. તેમના રાજ્ય સ્તરનું સંકલન હોય છે. આ સાથે સાથે દરિયાઈ વિસ્તારના જિલ્લાઓના સ્ટેક હોલ્ડર્સ તેમજ અધિકારીઓનું સંકલન અને સિસ્ટમ ઓફ નોલેજ શેરિંગ હોવું જોઈએ જેને ધ્યાનમાં લઈને આ વિઝીટ યોજાય છે.
કોસ્ટગાર્ડ શિપમાં જમીની તાગ મેળવ્યો : ગઈકાલથી રાજ્યના પોલીસ વડાએ દરિયામાં કોસ્ટગાર્ડ શિપમાં 13થી 14 કલાક સુધી રહી તમામ પરિસ્થિતિઓની જમીની હાલાત અંગે તાગ મેળવ્યો હતો. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એ જણાવ્યું હતું કે, કોસ્ટલ સિક્યુરિટી બાબતે કોઈ નવી પોલિસી બનાવવામાં આવે તે વિચાર કરવામાં આવે તો દરિયાઈ વિસ્તારોમાં જમીની હાલત જાણવું મહત્વનું છે. તેને જોવામાં આવે અને સમજવામાં આવે તો પોલીસ મદદરૂપ રહેશે. જેને ધ્યાને લઈને જીએમબી કોસ્ટગાર્ડ ફીશરીઝ સાથે રહી દિવસમાં તેમજ રાત્રી દરમિયાન શું સ્થિતિ અને પડકારો રહે છે. તે જાણવા માટે કોસ્ટગાર્ડ અધિકારીઓ સાથે રહી નવી બાબતો જાણવા મળી છે. કઈ બાબતોને મહત્વ આપવું તે અંગે જાણકારી મળી છે.
આ પણ વાંચો : Gandhinagar News : કોસ્ટલ સિક્યુરિટી સંદર્ભે પ્રથમવાર યોજાઇ આવી સુરક્ષા સમીક્ષા બેઠક, મુખ્યપ્રધાને કહી મોટી વાત
તમામ અધિકારીઓ ઉપસ્થિત : વિકાસ સહાય એ જણાવ્યું હતું કે, પોસ્ટલ સિક્યુરિટી માત્ર ગુજરાત પૂરતી નથી, પરંતુ રાષ્ટ્રીય લેવલની સુરક્ષા છે. જે દેશ માટે મહત્વપૂર્ણ છે. સિસ્ટમમાં કોઈ ખામી ન રહે અને તમામ સ્ટેટ હોલ્ડર્સ મળીને કામ કરે તે જરૂરી છે. તેને ધ્યાનમાં લઇ હાઈ લેવલે આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા, આઇબીના વડા, એન્ટી ટેરરિસ્ટ સ્કોડ તેમજ કોસ્ટગાર્ડના આઈજી, કોસ્ટલ એરિયાના જિલ્લાના તમામ પોલીસ વડા ઉપસ્થિત રહી સિક્યુરિટી કઈ રીતે વધારવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સમુદ્રની સુરક્ષા : સુરક્ષા એજન્સીઓ STICK પોલિસી સાથે સમુદ્રની સુરક્ષા કરશે. STICKનો મતલબ S ફોર સર્વેલન્સ, T ફોર ટેકનોલોજી, I ફોર ઇન્ટેલિજન્ટ, C ફોર કોઓપરેશન એન્ડ કોઓર્ડિનેશન, K ફોર નોલેજ થાય છે.
આ પણ વાંચો : રાજુલાના કોસ્ટલ વિસ્તારમાં એશિયાઇ સિંહોની લટાર, વીડિયો વાઈરલ
ટેકનોલોજીનો ઉપયોગ : મળતી માહિતી મુજબ સર્વેલન્સ, ડ્રોન ટેકનોલોજીની ઉપયોગ લેવાય છે, ઇન્ટેલિજન્ટ, કોઓપરેશન તેમજ કોઓર્ડિનેશન અને નોલેજના માધ્યમથી નેવી પોલીસ પોસ્ટ ગાર્ડ ફિશરીઝ તમામ એજન્સીઓ રાજ્યમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરી રહી છે. માછીમારી પ્રક્રિયા નિયંત્રણ ટેકનોલોજીના માધ્યમથી કરી રહી છે. જેમાં માછીમારોને કોઈ તકલીફ ન પડે અને સાથે સાથે પોસ્ટલ સિક્યુરિટીને આંચ ન આવે તે રીતે બંનેનું સંતુલન મહત્વનો વિષય છે. તેમ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એ જણાવ્યું હતું.