- રાજકારણમાં પણ ઘર વાળી અને બહાર વાળી
- કોંગ્રેસ પક્ષમાં ફોર્મ ભરતાં બહાર વાળીને મળી ધમકી
- પતિએ બહાર વાળી પત્નીના ઘર પર કર્યો હુમલો
- કોંગ્રેસનો પ્રચાર ન કરવા કર્યું દબાણ
- કોગ્રેસે હુમલો કરાવ્યા હોવાનો પતિનો આક્ષેપ
પોરબંદરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘર વાળી અને બહાર વાળી વચ્ચે જંગ જામ્યો છે. પોરબંદર ભાજપના અગ્રણી કેશુ સિડાની પત્ની ઉષા સિડાએ ભાજપમાંથી વોર્ડ નંબર 3માં ફોર્મ ભર્યું છે, જ્યારે તેમની બહાર વાળી પત્ની શાંતિ સિડાએ કોંગ્રસમાંથી વોર્ડ નંબર 3માંથી ફોર્મ ભર્યું છે. ત્યારબાદ બહાર વાળી પત્નીના ઘર પર હુમલો થયો છે. આ હુમલા અંગે બહાર વાળી પત્નીએ આક્ષેપ કરતા જણાવ્યું કે, આ હુમલો તેમના પતિએ કર્યો છે. આ સાથે જ તેમના પતિએ ધમકી આપીને ચૂંટણીમાંથી ખસી જવા અંગે કહ્યું છે. જેથી શાંતિ સિડાએ પોલીસને આ અંગે માહિતી આપી છે.
કોંગ્રેસે કર્યો હુમલોઃ કેશુ સિડા
આ અંગે કેશુ સિડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસને યોગ્ય ઉમેદવારો મળતા નથી. જેથી કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે.
ભાજપ અગ્રણી કેશુ સિડાને 2 પત્ની
ભાજપ અગ્રણી કેશુ સિડાના લગ્ન પ્રથમ ઉષા સિડા સાથે થયા હતા. જેમાં તેમને 4 દીકરી અને એક દીકરો છે. ત્યાર બાદ રાજી ખુશીથી બીજા ઘરમાં શાંતિ સિડાને રાખવામાં આવ્યાં હતા. જેમણે એક દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો છે. દીકરીના જન્મ બાદ શાંતિ સિડા અન્ય ઘરમાં 2 બાળકો સાથે રહે છે, ત્યારે કેશુ સિડાની બન્ને પત્નીએ અગલ-અગલ પાર્ટીમાંથી ફોર્મ ભરતાં આ મામલો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.