- કોરોનાકાળમાં સામાજીક સંસ્થાઓ કરી રહી છે મદદ
- પોરબંદરમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા 21 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી
- ગ્રાન્ટ દ્વારા હોસ્પિટલની સુવિધામાં વધારો કરવામાં આવશે
પોરબંદર: કોરોના મહામારીની જંગ સામે લડવા સરકારની સાથે સાથે સામાજીક સંસ્થા અને બીજી કેટલીય સેવાભાવી સંસ્થા સાથે મળીને કામ કરી રહ્યા છે. પોરબંદર ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને જરૂરી તમામ સુવિધા મળી રહે તે માટે સાધનો ખરીદવા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, ખાણ ખનીજ કચેરી પોરબંદર દ્વારા રૂપિયા 21 લાખ 45 હજારની ગ્રાન્ટ સિવિલ હોસ્પિટલને ફાળવવામાં આવી છે.
આ પણ વાંચો : પોરબંદરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
ગ્રાન્ટ અનેક દર્દીઓને સારવારમાં ઉપયોગી નીવડશે
ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન તથા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાણ ખનીજ વિભાગ હસ્તકની પ્રધાનમંત્રી ખાણ ખનીજ કલ્યાણ યોજના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં કાર્યરત કોવિડ હોસ્પિટલો અને કોવિડ કેર દર્દીઓને મહામારીની જંગમાં સરકારને સેવાભાવી લોકો, સંસ્થાઓ, સરકારી વિભાગોનો પણ સહયોગ મળી રહ્યો છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલને હોર્મન એનીલાઇઝર ફુલી ઓટોમશીન, હેમોટોલોજી ટેસ્ટ એનીલાઇઝર, બેઇન સરકૂટ સાધનો ખરીદવા માટે અપાયેલી ગ્રાન્ટ અનેક દર્દીઓને સારવારમાં ઉપયોગી નીવડશે.