પોરબંદર પોરબંદરમાં ભદ્રકાલી માતાજીના મંદિરે છેલ્લા 98 વર્ષથી લાઉડ સ્પીકર માઈકના પ્રદૂષણ વગર પ્રાચીન સંસ્કૃતિની પરંપરા (( Garbi on traditional instruments ) ) જાળવી રાખી ગરબીનું આયોજન થઈ રહ્યું છે. આધુનિક સમયમાં પોરબંદર સહિત ગુજરાત પરના વિવિધ શહેરોમાં નવરાત્રી દરમિયાન લાઉડ સ્પીકર ડીજે અને માઈકના તાલે પશ્ચિમી સંસ્કૃતિનું આચરણ કરી રાસ ગરબાઓ યોજવામાં આવતા હોય છે. ત્યારે પોરબંદરના ભદ્રકાળી મંદિરે માઇકના પ્રદૂષણ વગર પરંપરાગત સંગીત વાદ્યો સાથે ગરબી ( Porbandar Bhadrakali Temple Garbi ) ખેલવામાં આવે છે.
નવરાત્રિ માતાજીનું પર્વ પણ સ્ત્રીઓને ગાવાની અને ગરબા રમવાની મનાઇ પોરબંરના ભદ્રકાળી મંદિરે આદ્યશક્તિના પર્વ નવરાત્રી માં ભદ્રકાલી માતાજીના ગરબીમાં સ્ત્રીઓને ગાવાની અને ગરબા રમવાની મનાઈ છે. આ ગરબીની શરૂઆત દિવેચા કોળી જ્ઞાતિના એક આગેવાન જાદવભાઈ સોલંકીએ કરી હતી
જેઓએ પોતે ગરબા લખ્યા હતાં અને માત્ર પુરુષો જ આ ગરબા ગાય અને પુરુષો માત્ર ટોપી પહેરીને જ અહીં ગરબા રમશે તેવી પરંપરા( Porbandar Bhadrakali Temple Garbi ) ની શરૂઆત કરી હતી. માતાજીના સાનિધ્યમાં પુરુષો ટોપી પહેરી છંદ અને ગરબા ગાય છે અને આ પરંપરા છેલ્લા 98 વર્ષથી ચાલી રહી છે.
પરંપરાગત વાદ્યોના તાલે ધ્વનિ પ્રદૂષણ મુક્ત ગરબી પોરબંદરમાં આવેલી આ પ્રાચીન ગરબી જોવા અનેક લોકો આવે છે અને આ ગરબી ( Porbandar Bhadrakali Temple Garbi ) માં ડીજે અથવા તો માઈકનો ઉપયોગ થતો ( No noise pollution Garbi ) નથી. ગરબીમાં પગેથી ચાલતું હાર્મોનિયમ અને ઢોલક તથા પખાજ ( Garbi on traditional instruments ) હોય છે જેમાંથી સૂરો રહેલા હોય છે અને પુરુષો ગરબે રમે છે.
બાળકો તથા યુવાનો દેવીદેવતાઓનો પોશાક પહેરી કરે છે માતાજીની આરાધના પોરબંદરમાં 98 વર્ષથી ચાલતી આ ગરબીમાં બાળકો તથા યુવાનો વિવિધ દેવીદેવતાઓના પોશાક પહેરે છે. જેમાં શિવજી રામ લક્ષ્મણ જાનકી કૃષ્ણ તથા હનુમાનજી સુદામા સહિતના પાત્રોનું ડ્રેસિંગ કરી યુવાનો તથા બાળકો આ ગરબી ( Porbandar Bhadrakali Temple Garbi ) માં માતાજીની આરાધના કરે છે.