સાધુ સંતોની હાજરીમાં વિધિ વિધાનપૂર્વક બ્રહ્મલીન બાબુજતિબાપુના મુખ્ય શિષ્ય પૂ. કૃષ્ણજતિ બાપુની ચાદરવિધિ કરવામાં આવેલી હતી. આ પ્રસંગે સર્વે પંથના સાધુ સંતો અને છાંયા ગામના વિવિધ સમાજોના આગેવાનો દ્વારા સર્વાનુમતે શિવ-શકિત આશ્રમ, નવાપરા, છાંયાના મહંત તરીકે પૂ. કૃષ્ણજતિ બાપુ ગુરૂ બાબુજતિ બાપુની વરણી કરવામાં આવી હતી
![છાંયાના મહંત તરીકે પૂ. કૃષ્ણજતિ બાપુ ગુરૂ બાબુજતિ બાપુની વરણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190502-wa00321556872725576-21_0305email_1556872736_514.jpg)
![ભવ્ય ભંડારાનું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190502-wa00341556872725577-79_0305email_1556872736_952.jpg)
મહામંડલેશ્વર પુરીજી મહારાજ નરવાણા, હરીયાણાના મુખ્ય મહંત અને બાબુગીરી બાપુના ગુરૂભાઇ સિધ્ધેશ્વર જતિ મહારાજ, ઉદાસીન આશ્રમના નિર્વાણબાપુ, કચ્છ આશ્રમના શિપ્રાજતિ બાપુ, ખોડીયાર મંદિરના મહંત ગોપાલદાસ બાપુ, ગીરનાર મંડળના સાધુ-સંતો સહિતના સંતો સહિતના અગ્રણીઓ હાજર રહી પરમ પૂજય બાબુગીરી બાપુને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે સાંજે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવેલુ હતું. 15000 કરતા પણ વધુ લોકોએ આ પ્રસાદીનો લાભ લીધો હતો. કુલ 500 જેટલા સ્વયંસેવક ભાઇઓ-બહેનોએ સેવારૂપી શ્રધ્ધાંજલિ આપી હતી .