- પોરબંદર જિલ્લામાં પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ
- કલેકટર અને ડીડીઓએ બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપા પીવડાવ્યા
- જિલ્લાના 0 થી 5 વર્ષના 62,582 બાળકોને રસી અપાઇ
પોરબંદર : જિલ્લામાં 31 જાન્યુઆરી 2021ના રોજ નેશનલ ઇમ્યુનાઇઝેશનનો રાઉન્ડ (પલ્સ પોલીયો) 0 થી 5 વર્ષના બાળકોને બુથ પર પોલીયો ડ્રોપ્સ પીવડાવવામાં આવ્યા હતા. પોરબંદરમાં લેડી હોસ્પિટલ ખાતે પોલિયો રસી બુથ પર રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવી પોરબંદરના કલેકટર ડી.એન મોદી અને જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણીએ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી જિલ્લામાં પોલિયો રસી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
0 થી 5 વર્ષના આશરે 62,582 બાળકોને ટીપા પીવડાવવામાં આવ્યા
પોરબંદર જિલ્લાના ટોટલ 397 બુથ પર રવિવારના રોજ પોલીયો ડ્રોપ્સ પીવડાવવામા આવ્યા હતી, જ્યારે સોમવાર અને મંગળવારના રોજ હોમ ટુ હોમ 588 ટીમો દ્વારા ઘરે ઘરે ફરીને પોલીયો ડ્રોપ્સ બાકી રહી ગયેલા બાળકોને પીવડાવવામાં આવશે. પોરબંદર જિલ્લાના 0 થી 5 વર્ષના આશરે 62582 બાળકોને આ રાઉન્ડમાં ટીપા પીવડાવવામાં આવ્યા.દુર્ગમ વિસ્તારો માટે મોબાઇલ ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોના બાળકોને આવરી લેવામાં આવ્યા હતા.