પોરબંદર: ભારત અને પાકિસ્તાન જળસીમાં પર ફિશિંગ ઝોનમાં ઘુસેલ જલપરી બોટ રજિસ્ટ્રેશન નંબર GJ 32 mm 0645ના ટંડેલ પોતાની સાથે 6 ખલાસીને માછીમારી કરવા ગયા હતા. FSL રિપોર્ટના પુરાવા મળતા તેના ટંડેલ વિરુદ્ધ ફરિયાદ (Police complaint against "jalpari" boat tandel) નોંધાઈ છે.
જલપરી બોટ પર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ ફાયરિંગ કર્યું
ભારતીય જળસીમાં IMBL નજીક બોટ લઈ ફિશિંગ ઝોનમાં જતા જલપરી બોટ પર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા ફાયરિંગની (Pakistan Marine Security Force fired) ઘટના બની હતી. જેમાં એક ખલાસી શ્રીધરને ગોળી લાગતા તેની મોત થયું હતું અને અન્ય એક ખલાસી ને ઇજા પહોંચી હતી. IMBL નજીક બોટ લઈ
FSL ગાંધીનગર દ્વારા GPS systemની ચકાસણી કરવામાં આવી
સમગ્ર બાબતમાં FSL ગાંધીનગર દ્વારા GPS systemની ચકાસણી કરવામાં આવી હતી. FSLના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, જલપરી બોટ 6/11/2021ના બે વાર ફિશિંગ ઝોનમાં ગઈ હતી જેના પગલે પોરબંદર SOGએ જલપરી બોટના ટંડેલ દિલીપ ઉર્ફે ગડો નટુભાઈ સોલંકી (વનાકબારા) વિરુદ્ધ ગુનa નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
ભારતીય જળસીમા ઘૂસણખોરી મામલો: 10 પાકિસ્તાનીઓને લઈને 'અંકિત' પહોંચી પોરબંદર જેટ્ટી