પોરબંદર: જિલ્લામાં નશીલ માદક પદાર્થોના વેચાણ કરનારા તત્વો સામે તથા માદક પદાર્થોનું સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિ બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર પોરબંદર પોલીસને બાતમી મળી હતી. જેના આધારે કુતિયાણા સાદા ચોક કંસારવાડમાં રહેતો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં અંદર આવેલ વાળાની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરે છે.
આ સંદર્ભે રેડ પાડતા મકાનના વાડામાંથી ગાંજાના વાવેતર કરાયેલા છોડ 9 નંગ કુલ વજન 15 કિલો 250 ગ્રામ કિંમત રૂ 152500ના મુદ્દામાલ સહિત ઝડપી કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. તેમજ આરોપીને કોવિડ રિપોર્ટ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. જાડેજા, પી.એસ.આઇ. એચ.સી. ગોહિલ, એ.એસ.આઇ એમ.એમ ઓડેદરા તથા હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ગોરાણીયા મહેબૂબખાન બેલીમ સહિતનો સ્ટાફ જોડાયો હતો.