- પોરબંદર પોલિસે ઇરાની ગેંગના ચાર આરોપીને દબોચ્યા
- આરોપીઓના ૩ દિવસના રીમાન્ડ મંજુર
- રાજયના અન્ય જિલ્લામાં અન્ય ગુન્હાઓનો ભેદ ઉકેલાવાની શકયતા
પોરબંદરઃ લોકોને પોલીસ અધિકારીની ઓળખ આપી દાગીના તફડાવતી ગેંગના 4 શખ્સ ઝડપાયા છે. ઈરાની ગેંગના સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી, ઇસાઅલી નબીઅલી ઉર્ફે નોસીર કાદરી ઇરાની, મોહમદ બાકર ઉર્ફે બીની મીટુઇ યાસીનઅલી, રજાઅલી કુરબાનઅલી ઇરાની પોરબંદર પોલીસે અટકાયત કરી હતી.
કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI જે.ડી.દેસાઇ દ્વારા રીમાન્ડની માગણી કરી હતી. કોર્ટ દ્વારા બન્ને પક્ષની દલીલના અંતે ચારેય આરોપીઓના 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. જે દરમિયાન તેઓની ઓળખ પરેડ કરી રાજયના અન્ય જિલ્લાઓમાં આ પ્રકારના ગુન્હાઓનો ભેદ ઉકેલાવાની તથા અન્ય શખ્સોના નામ ખુલે તેવી શકયતા રહેલી છે.