- પ્લાસ્ટિક ડબ્બાની સામે રાશનનું અનાજ ઉઘરાવતી ટોળકીની ધરપકડ
- અનાજની વેચી નાખતા ગ્રાહકો સામે કાર્યવાહીની માંગ
- જરૂરીયાત મંદ લોકો સુધી નથી પહોંચતું અનાજ
- પ્રલોભનમાં આવી પ્લાસ્ટિકના ડબા સામે લોકો વેચી મારે છે સસ્તું અનાજ
- આ અનાજનું વેચાણ તેઓ બિસ્કિટ કંપનીઓને કરી દેતા
પોરબંદર: શહેરમાં જ્યૂબેલી વિસ્તારમાં કેટલાંક શખ્સો છેલ્લા પાંચ છ દિવસથી બોટાદથી 3 થી 4 રીક્ષા લઇને પ્લાસ્ટીકના ડબ્બામાં વેચાણ કરવા આવતા શખ્સો રૂપિયા નહિ પરંતુ ઘઉં અથવા ચોખા લેતા હતા. જ્યારે લોકો આ ચોખા, ઘઉં સસ્તા અનાજની દુકાનમાંથી લઇ આવતા અને અનાજ આપી પ્લાસ્ટિકના ડબ્બા લેતા હતા, તેવું માલુમ પડતા ભાજપના યુવા નેતા અજય બાપોદરાએ બોટાદથી 6 શખ્સોને રોકી પૂછપરછ હાથ ધરી હતી.
સસ્તા અનાજનું આ રીતે વેચાણ કરતા લોકોના રાશન કાર્ડ રદ કરવાની માંગ
એક તરફ જરૂરિયાત મંદ લોકોને લોકડાઉન સમયે સરકાર દ્વારા રાશન આપવામાં આવ્યું હતું. તે અનાજનો જથ્થો લોકો વેંચી નાખે છે. જેથી લોકોને આ અનાજની જરુર નથી. આ લોકો સામે પણ તપાસ થવી જોઈએ અને આવા ગ્રાહક માલ વેંચતા ઝડપાય તો તેનું રાશન કાર્ડ રદ કરવામાં આવે તેવી માંગ અજય બાપોદરાએ કરી હતી.
પ્લાસ્ટિકના ડબ્બાના બદલે મળેલ રાશનનું અનાજ ક્યાં વપરાય છે !
બોટાદથી પોરબંદરમાં આવેલા રીક્ષા ચાલકોએ જણાવ્યુ હતુ કે, આ અનાજનું વેંચાણ તેઓ બિસ્કિટ કંપનીઓને કરી દેતા હતા. ત્યારે સમગ્ર પ્રકરણમાં તંત્ર દ્વારા ઠેર-ઠેર તપાસ હાથ ધરવામાં આવે તો રાશન કાર્ડ પ્રકરણમાં પણ મોટું કૌભાંડ સામે આવે તેવી શકયતાઓ દેખાઇ રહી છે.