- પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ વેન્ટિલેટર સારવાર આપવા બાબતે કોંગ્રેસના ધરણા
- પોરબંદર કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ કર્યા ધરણા
- વેન્ટિલેટર હોવા છતાં દર્દીઓને આપવામાં ન આવતા હોવાનો કોંગ્રેસ નેતાનો આક્ષેપ
- જ્યા સુધી વેન્ટિલેટર નહીં આપવામાં આવે ત્યાં સુધી ધરણા કરશે પોરબંદર કોંગ્રેસ
પોરબંદર : ભાવસિંહજી હોસ્પિટલમાં તમામ વેન્ટિલેટર બંધ રાખવામાં આવ્યા વેન્ટિલેટર ચાલુ હાલતમાં હોવા છતાં પણ દર્દીઓને આપવામાં આવતા નથી. જેથી જ્યાં સુધી દર્દીઓને વેન્ટિલેટર આપવામાં નહીં આવે ત્યાં સુધી પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નાથા ઓડેદરા સહિતના કાર્યકર્તાઓએ ધરણા કર્યા હતા.
આ પણ વાંચો - પોરબંદરના કોવિડ સેન્ટરમાં દર્દીઓ માટે ઓક્સિજનના બાટલા ઉંચકનાર મજૂરોની કોઈ વ્યવસ્થા નથી : ધાનાણી
પોરબંદરની કોવિડ હોસ્પિટલના પટાંગણમાં કર્યા ધરણા
પોરબંદરના એક દર્દીને તાત્કાલિક વેન્ટિલેટરની જરૂર હોવા છતાં અધિકારીઓ દ્વારા વેન્ટિલેટર ન આપવામાં આવતા દર્દીના સગાએ વેન્ટિલેટર આપવામાં આવે તે માટે કોંગ્રેસના નેતાઓને જણાવતા રવિવારના રોજ તેમને પણ અનેક વાર રજૂઆત કરી હતી. જેમાં પોરબંદર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નાથા ઓડેદરાએ જણાવ્યું હતું કે, અત્યારે દર્દીઓને ઇમરજન્સી વેન્ટિલેટરની જરૂર હોય અમે પણ અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ દર્દીઓને વેન્ટિલેટર આપવામાં ન આવતા રવિવારના રોજ હોસ્પિટલના પટાંગણમાં જ ધરણા કર્યા હતા. જ્યાં સુધી સુવિધા નહીં મળે, ત્યાં સુધી ધરણા કરીશું, તેમ નાથાભાઇએ જણાવ્યું હતું.
આ પણ વાંચો - ખાપટ- ધરમપુરના સેવરેજ નેટવર્કના 36 કરોડના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો છે - કોંગ્રેસ નેતા રામદેવ મોઢવાડીયા