પોરબંદરઃ વિશ્વભરમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે, ત્યારે આ વાઇરસ વધુ ફેલાય નહીં અને લોકોના જીવ બચે તે હેતુસર ભારત સરકાર દ્વારા 21 દિવસ લોકડાઉનની સુચના આપવામાં આવી છે અને લોકોને ઘરમાં રહી નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું હતું. નિયમોનો ભંગ કરી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં સરકારની સૂચનાનું પાલન ન કરનાર લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
હાલમાં કોરોના વાઇરસને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન છે અને જાહેરમાં અવર-જવર કરવાની મનાઇ છે. તેમ છતાં પોરબંદર શહેરમાં પાંચ શખ્સો અલગ-અલગ વિસ્તારમાં આંટાફેરા કરતા હતા, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાંચે તમામની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત નિયમનો ભંગ કરી દુકાન ખુલ્લી રાખનાર પોરબંદરના 4 વેપારીની ધરપક્ડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોરબંદરના ભરત મેડિકલ સ્ટોર નામની દુકાન ધરાવતા સુરેશભાઇ માસની કિંમત 10 રૂપિયા હોવાને બદલે ગ્રાહક પાસેથી 20 રૂપિયા લઇ રાજ્ય સરકારે નક્કી કરેલા ભાવ કરતાં વધુ ભાવે વેચાણ કરી નફો મેળવતા હતા. જેમની SSC આર્ટીકલ ડીલર્સ રેગ્યુલેશન ઓર્ડર 1977ની કલમ 45 મુજબ ગુનો નોંધી સુરેશભાઇની ધરપક્ડ કરવામાં આવી હતી.
જ્યારે મેડિકલ સ્ટોરે માણસોનું ટોળું ભેગું કરવા બદલ પણ પોરબંદરના નગીના મસ્જિદ સામે રહેતા અબ્દુલ કાદરી તાહિર, મહંમદ ઓડેદરા સામે કિર્તીમંદિર પોલીસે ગુનો નોંધ્યો છે કે, નગીના મસ્જિદ સામે આવેલા સુંદરી મેડિકલે માણસોનું ટોળું ભેગું કરી જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેર નામાનો ભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું.